South GujaratGujaratSurat

મોડલ તાનિયા કેસને લઈને વધુ એક ખુલાસો, જાણો ક્રિકેટર અભિષેક સાથે ક્યારે થઈ હતી પ્રથમ મુલાકાત

સુરતના વેસુની યુવા મોડલ તાનિયા ભવાની સિંગ આપઘાત કેસને લઈને મોટી જાણકારી સામે આવી છે. તાનિયા અને આઈપીએલ ખેલાડી અભિષેક શર્મા વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસ દ્વારા તાનિયાના ફોનમાંથી તે બંનેની તસ્વીરો પણ મળી આવી છે.  એવામાં આજે અભિષેક શર્મા ની તાનિયા સાથેની પ્રથમ મુલાકાતને લઈને જાણકારી સામે આવી છે.

સુત્રોની જાણકારી મુજબ, તાનિયા અને અભિષેક વચ્ચે ગાઢ સંબંધ રહેલા હતા. તાનિયા અને અભિષેકની પ્રથમ મુલાકાત સુરતના લાલભાઇ સ્ટેડીયમ માં રણજી ટ્રોફીની મેચ દરમિયાન થઈ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે બંધાયેલી મિત્રતા વધુ મજબૂત બની ગઈ હતી. આ મામલામાં વેસુ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, તાનિયા અને અભિષેક વચ્ચે એકાદ વર્ષ અગાઉ જ બ્રેક અપ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં ત્યારબાદ પણ તાનિયા સતત અભિષેકને મેસેજ કરતી હોવાનું સામે આવ્યું છે. એકતરફી મેસેજ તાનિયા દ્વારા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એવામાં પ્રેમમાં નિષ્ફળતા કે પછી અન્ય કારણોસર તાનિયા  દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે તે મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, સુરતના વેસુ રોડ ઉપર હેપ્પી એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેનાર 28 વર્ષીય તાનિયા ગત રાત્રીના તાનિયા ઘરે મોડી આવી હતી અને મોડી રાત્રીમાં ઘરમાં પંખે લટકીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સવારમાં ઘરનાને તેની લાશ મળી હતી. 28 વર્ષની તાનિયા ઉભરતી મોડલ હતી. તે મૂળ રાજસ્થાનમાં સીકરની વતની હોવાની સામે આવ્યું છે. તેનો એક ભાઇ કેનેડામાં અભ્યાસ કરે છે અને એક બહેનના લગ્ન થઇ ગયેલા છે. જ્યારે તેના પિતા સુરતમાં પાંડેસરાની મીલમાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરે છે.

અભિષેક શર્માની વાત કરીએ તો તે આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઈઝર્સ હૈદરાબાદનો ખેલાડી રહેલ છે. તેણે આઈપીએલની 47 મેચમાં 893 રન બનાવ્યા છે જેમાં એક ઈનિંગમાં તેનો હાઈસ્ટ સ્કોર 75 રહેલો છે. આઈપીએલમાં અત્યાર સુધીમાં તેણે ચાર ફિફ્ટી ફટકારી છે અને નવ વિકેટ પણ પ્રાપ્ત કરી છે. હાલમાં વેસુ પોલીસ દ્વારા ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.