GujaratSouth GujaratSurat

AAP પાર્ટીમાં ફરી ભંગાણ, એક સાથે 10 કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો….

સુરતમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી (AAP) માં મોટું ભંગાણ પડ્યું છે. આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. સુત્રો મુજબ, આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ઉધના ના ભાજપ કાર્યાલયમાં પહોંચીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. સુરત મનપાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, પહેલા 4 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા અને હવે બીજા 6 કોર્પોરેટર દ્વારા AAP માંથી રાજીનામું આપવામાં આવ્યું છે અને આ કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા છે. આપ માંથી રાજીનામું આપનારા કોર્પોરેટરોમાં સ્વાતિબેન કયાડા, નિરાલીબેન પટેલ, ધર્મેન્દ્રભાઈ વાવલિયા, અશોકભાઈ ધામી, કિરણભાઈ ખોખાણી, ઘનશ્યામભાઈ મકવાણા, જયોતી લાડિયાસનું નામ સામેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના વિપક્ષના નેતા સહિતના કોર્પોરેટરો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, હર્ષ સંઘવી સહિત નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેની સાથે જ અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના કુલ 10 કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચો: વલસાડમાં ઘરની બારી સાફ કરવી મહિલાને પડી ભારે….

આ પણ વાંચો: આ વર્ષે કેરી ખાતા પહેલા આ વાત જાણી લો નહિ તો…

મોડી સાંજ ના જોડાયેલ કોર્પોરેટર

વોર્ડ નં 17 – સ્વાતિ ક્યાડા

વોર્ડ નં 5 – નિરાલી પટેલ

વોર્ડ નં 4 – ધર્મેન્દ્ર વાવલિયા

વોર્ડ નં 5 – અશોક ધામી

વોર્ડ નં 5 – કિરણ ખોખાણી

વોર્ડ નં 4 – ઘનશ્યામ મકવાણા

તેની સાથે આમ આદમી પાર્ટીના 10 જેટલા કોર્પોરેટરો ઉધનામાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યાને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના આગેવાનો પણ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા.

કુલ જોડાયેલ ભાજપમાં

વોર્ડ નં 17 – સ્વાતિ ક્યાડા

વોર્ડ નં 5 – નિરાલી પટેલ

વોર્ડ નં 4 – ધર્મેન્દ્ર વાવલિયા

વોર્ડ નં 5 – અશોક ધામી

વોર્ડ નં 5 – કિરણ ખોખાણી

વોર્ડ નં 4 – ઘનશ્યામ મકવાણા

વોર્ડ નં 8 – જ્યોતિબેન લાઠિયા

વોર્ડ નં 2 – ભાવનાબેન સોલંકી

વોર્ડ નં 16 – વિપુલ માવેલિયા