PoliticsBjpGujarat

પાટીલના ગઢમાં ફરી હડકંપ, વધુ એક દિગ્ગજ નેતાએ ભાજપનું પલ્લું જાડ્યું

ભાજપમાં રાજીનામાંઓનો દોર શરુ થયો છે. તેમાં પણ ખાસકરીને દક્ષિણ ગુજરાત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો ગઢ ગણવામાં આવે છે. ત્યાં એક બાદ એક રાજીનામાઓ પડી રહ્યા છે. ગઈકાલના ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવાર દ્વારા તેમના હોદ્દા પરથી રાજીનામું આપવામાં આવ્યું છે. ત્યારે વધુ એક રાજીનામાથી દક્ષિણ ગુજરાતના રાજકારણ ગરમાવો આવ્યો છે. આહવા ભાજપ મંડળ પ્રમુખ સંજય ડી વ્યવહાર દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

તમને જણાવી દઈએ કે, ડાંગ જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ સતત વધી રહ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારના રાજીનામાં બાદ વધુ એક રાજીનામું આવ્યું છે. આહવા ભાજપ મંડળ પ્રમુખ સંજયભાઈ ડી વ્યવહાર દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને એમના લેટરપેડ ઉપર રાજીનામું મોકલી દીધેલ છે. છેલ્લા થોડા દિવસોથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાક વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યો છે. એવામાં બે રાજીનામા બાદ અન્ય હોદ્દેદારો પણ રાજીનામાં આપે તેવી શક્યતા છેવાઈ રહી છે.

ગઈ કાલ ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવાર દ્વારા તેમના હોદ્દા પરથી રાજીનામું આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા પોતાના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો  હતો. તેમણે જણાવ્યું છે કે, ‘હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપી રહ્યો છું જે સ્વીકારવા વિનંતી છે.’ આ લેટરપેડની નીચે દશરથ પવાર દ્વારા સહી કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલ પાંખ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હતો. ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ બાદ જિલ્લા પ્રમુખનું સૌથી પ્રથમ રાજીનામુ પડ્યું હતું. ત્યાર બાદ રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. જ્યારે હજુ પણ અનેક હોદ્દેદારો રાજીનામું આપે તેવી શક્યતા છે.

 

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે