દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં ધોળા દિવસે ફાયરિંગ થયું હતું. CAA-NRC મામલે પ્રદર્શન કરતા લોકો પર ફાયરિંગ કરતા એક વ્યક્તિ ઘાયલ પણ થયો હતો. અહેવાલો અનુસાર આરોપી બજરંગ દળનો સભ્ય હોવાનું કહેવામાં આવે છે, જે સગીર છે. આ ઘટના બાદ ડિરેક્ટર અનુરાગ કશ્યપે સોશિયલ મીડિયા પર આકરા નિવેદનો આપતા પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પર નિશાન સાધ્યું છે.
ડિરેક્ટર અનુરાગ કશ્યપે એક ટ્વીટમાં કહ્યું કે, આપણા ગૃહમંત્રી કેટલા ડરપોક છે.ખુદ ની પોલીસ, ખુદ ના ગુંડા, ખુદ ની સેના અને તોય સિક્યોરિટી પોતાની વધારે છે અને પ્રદર્શકારીઓ પર હુમલાઓ કરાવે છે.ઘટીયાપણું અને નિચતાંની કોઈ હદ હોય તો છે છે અમિત શાહ. ઇતિહાસ થુંકશે આ જાનવર પર.
અનુરાગ કશ્યપના આ ટ્વીટમાં ઘણા લોકોએ તેમનો વિરોધ પણ કર્યો છે.અનુરાગ છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરી રહ્યા છે. તેમણે પોતાના અન્ય એક ટ્વિટમાં લખ્યું છે – આ સરકાર સ્પષ્ટ કહી રહી છે કે જય શ્રી રામ અને ભારત માતા કી જય કહીને, હિન્દુત્વના નામે તમે જે કાંઈ કરો, કરો, મારવા દો, અમે કંઇપણ થવા નહીં દઈએ, એવી શંકા છે કે સરકાર અને પક્ષ શું તમે આતંકવાદ પેદા કરી રહયા છો ?
અનુરાગે બીજું એક ટ્વીટ લખ્યું કે, અને આશ્ચર્યજનક વાત એ છે કે આ બધા હિન્દુત્વ આતંકવાદીઓને લાગે છે કે તેઓ દેશભક્ત છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ દ્વારા છેલ્લા 6 વર્ષમાં આ પ્રાપ્ત કર્યું છે.અભિનંદન.