South GujaratGujaratSurat

સુરતમાં પોલીસના ત્રાસથી શ્રમજીવીનો આપઘાત, સુસાઈડ નોટમાં લગાવ્યો ગંભીર આક્ષેપ

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત સુરત શહેરથી સામે આવી છે. સુરત શહેર પોલીસના ત્રાસથી શ્રમજીવી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. બીજાના નાણાંની વસુલાત માટે શ્રમજીવીને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. શ્રમજીવીના આપઘાતને લઈને પરિવાર શોકમાં મોંજુ ફરી વળ્યું છે.

જાણકારી મુજબ, સુરતના પાલ સ્થિત સુમનછાયા એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેનાર શ્રમજીવી કિશોર મનસુખ ગોહિલ દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે. આપઘાત કરતા પહેલા કિશોર ગોહિલ દ્વારા સુસાઈડ નોટ લખવામાં આવી હતી. તેમના દ્વારા પોલીસ પર ગંભીર આપોપ લગાવવામાં આવ્યાં છે. 50 હજારના બદલમાં પોલીસ દ્વારા ટોર્ચરીંગ કરવામાં આવતું હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે.

કિશોર ગોહિલ દ્વારા સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે કે, હું તમને છોડીને જાવ છું. તો મને માફ કરજો. કારણ કે મને ટેન્શન એટલું વધી ગયું છે કે, મને એક પોલીસ ઈન્સ્પેક્ટર વેડ રોડ હરિઓમ મિલ નજીક કોલ કરીને મને છેલ્લા ત્રણ ચાર દિવલથી ટોચર કરવામાં આવી રહ્યો છે. તેનું નામ એએ આહીર રહેલ છે. દરેક સગા સંબંધીને મારા પ્રણામ મારાથી ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. મેં વિનય પાસેથી 50 હજાર લીધેલા હતા. તેમને પોલીસને જણાવ્યું હતું કે, તે મને ટોચર કરતા રહેતા હતાં. જે પીએસઆઈ મારી લાશની તહેકીકાત કરશે તેમને હું જણાવવું છું કે, મારી સાથે જે રીતે થયું તે બીજા કોઈ સાથે થાય નહીં. આવી ટોચરીંગ કરી મજબૂરીનો લાભ ન ઉઠાવવો જોઈએ.