BjpIndiaNarendra ModiPolitics
Trending

બળાત્કારના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું, હું માફી નહીં માંગુ… મારી પાસે મોદીની વિડીયો ક્લિપ પણ છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયા નિવેદન પર લોકસભામાં હોબાળો થયો છે. ભાજપની મહિલા સાંસદોએ રાહુલ ગાંધીને માફી માંગવા માટે કહ્યું છે પણ હવે કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે.રાહુલ ગાંધીએ માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘હું ક્યારેય માફી નહીં માંગુ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ દિલ્હીને બળાત્કારની રાજધાની ગણાવી હતી. વડા પ્રધાને મેક ઈન ઈન્ડિયા વિશે વાત કરી હતી, તેથી મેં રેપ ઈન ઈન્ડિયા ની વાત કરી છે.

રાહુલ ગાંધીએ કહ્યું ‘ઉત્તર પૂર્વ સળગાવી દેવામાં આવ્યું છે.બેરોજગારી અને મંદીથી ધ્યાન દોરવા માટે અમારા નિવેદનોને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.પરંતુ હું તેમની ક્યારેય માફી નહિ માંગુ. નરેન્દ્ર મોદીએ દિલ્હીને બળાત્કારની રાજધાની ગણાવી હતી. મેઈ કહ્યું હતું કે મોદીજી મેક ઈન ઇન્ડિયા ની વાત કરે છે પણ જ્યાં જુઓ ત્યાં બળાત્કારની ઘટના સામે આવી રહી છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું છે કે ‘મોદીએ માફી માંગવી જોઈએ.પૂર્વોત્તર રાજ્યને બાળી નાખવું. ભારતની અર્થવ્યવસ્થાને પતન કરવા. આ ભાષણ માટે, જેની એક ક્લિપ હું શેર કરી રહ્યો છું. આજે સમગ્ર દેશમાં હિંસા થઈ રહી છે. ઉત્તરપૂર્વમાં હિંસા થઈ રહી છે. કાશ્મીરમાં હિંસા થઈ રહી છે.માફી તો મોદીજીએ માંગવી જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના ધારાસભ્યએ ઉન્નાવમાં બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીની કારનો અકસ્માત કરાવ્યો હતો, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક પણ શબ્દ બોલ્યા નહીં. મહિલાઓ પર હિંસા થઈ રહી છે. આપણી સૌથી મોટી તાકાત અર્થતંત્ર હતી. રઘુ રાજન જી મને મળ્યા. તેમણે કહ્યું કે અમેરિકા અને યુરોપમાં હિન્દુસ્તાનની કોઈ વાત નથી થઇ રહી.

રાહુલ ગાંધીના નિવેદન પર આજે લોકસભામાં બબાલ થઇ હતી. સ્મૃતિ ઈરાની, લોકેટ ચેટર્જી સહિત અનેક મહિલા સાંસદોએ રાહુલ ગાંધી પાસે માફી માંગવાની અપીલ કરી હતી. ભાજપના સાંસદોએ કહ્યું કે રાહુલનું નિવેદન અપમાનજનક છે. ભાજપના સાંસદોની હોબાળોને કારણે સ્પીકર ઓમ બિરલાએ ગૃહ મુલતવી રાખ્યું હતું. આ સાથે સત્ર પૂર્ણ થયું હતું.