બૉલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝીંટા એકસમયે બૉલીવુડ પર રાજ કરતી હતી. પ્રીતિ પોતાના શાનદાર અભિનય લઈને ઓળખાતી હતી. તે ખાસ કરીને પોતાના અભિનય અને પોતાના અંદાજને લીધે ઓળખાતી હતી. પોતાના અભિનય અને દેખાવથી લાખો લોકોને તેણે પોતાના દીવાના બનાવી લીધા હતા. પોતાના કરિયરમાં પ્રીતિએ ‘કોઈ મિલ ગયા’, ‘કભી અલવિદા ના કહેના’, ‘કલ હો ના હો’, દિલ હૈ તુમ્હારા’, ‘લક્ષ્ય’ અને ‘ક્યાં કહેના’ જેવી ખુબ જ મોટી સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
ફિલ્મોમાં કામ કરતી વખતે પ્રીતિનું નામ ઘણા કલાકારો સાથે પણ જોડાયું હતું પરંતુ બિઝનેસમેન નેસ વાડિયા સાથે તેનું અફેર ચર્ચામાં રહ્યું હતું. તમને જણાવી દઈએ કે, નેસ વાડિયા અને પ્રીતિ ઝિન્ટા ઘણીવાર એવોર્ડ ફંક્શન, ક્રિકેટ ગ્રાઉન્ડ અને ફિલ્મ પાર્ટીઓમાં સાથે જોવા મળતા હતા. પ્રીતિ અને નેસનો આ સંબંધ લગભગ 5 વર્ષ સુધી ચાલ્યો, પરંતુ પછી તેમની વચ્ચે વાત એટલી ખરાબ થઈ ગઈ કે તેઓ ફરી ક્યારેય સાથે રહી શક્યા નહીં. આવો જાણીએ નેસ વાડિયા અને પ્રીતિ ઝિન્ટાની લવ સ્ટોરી વિશે.
તમને જણાવી દઈએ કે તેમના સંબંધ એ એક બિઝનેસના સ્વરૂપે શરુ થઇ હતી. બંને ક્રિકેટના બહુ મોટા ચાહક હતા. એવામાં 2008માં IPL ટીમ કિંગ્સ ઇલેવન પંજાબને બંનેએ ખરીદી અને તેને ખુબ સારી રીતે આગળ વધારી. ઘણા દિવસો સુધી તેમના સંબંધ સારા ચાલ્યા પણ પછી અચાન જ મીડિયામાં વર્ષ 2009માં તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા.
જો કે બંને ઘણીવાર મેચ દરમિયાન સાથે જોવા મળતા હતા, પરંતુ બંનેને એકબીજાનો ચહેરો જોવો પસંદ નહોતો. તેની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણી શકાયું નથી, પરંતુ કહેવાય છે કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક રિપોર્ટ અનુસાર, 30 મે, 2014ના રોજ નેસ વાડિયા તેની માતા અને ભત્રીજા સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને ચેન્નાઈની મેચ દરમિયાન પહોંચ્યા હતા.
કહેવાય છે કે આ દરમિયાન નેસને આવવામાં થોડું મોડું થઇ જાય છે જેના લીધે તેમને વીઆઈપી બોક્સમાં જગ્યા મળતી નથી. પણ તેમના દ્વારા બુક કરવામાં આવેલ જગ્યાએ પ્રીતિના મિત્રો બેઠા હતા જેના લીધે નેસ વાડિયા નારાજ થઇ ગયા હતા. એવામાં આને લીધે બંનેનો ઝઘડો થઇ ગયો હતો. પછી ઝઘડો વધી એટલો જાય છે કે વર્ષ 2014માં પ્રીતિ ઝીંટાએ નેસ વાડિયા વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે નેસે તેની સાથે ગાળા-ગાળી કરી અને તેની સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહિ પ્રીતિએ કહ્યું કે નેસે તેના ચહેરા પર સળગતી સિગરેટ ફેંકી હતી અને તેને એક રૂમમાં બંધ કરી દીધી હતી.
બીજી તરફ નેસ વાડિયાએ આ બધા આરોપોને જુઠા કહ્યા હતા. આમ તેમણે ક્યારેય પણ પોતાના બ્રેકઅપ વિષે જાહેરમાં ક્યારેય વાત કરી નથી. પણ પ્રીતિએ કહ્યું હતું કે, ‘નેસ કોઈપણ જેબ્રાથી લગ્ન કરી લે મને કોઈ જ ફરક નથી પડતો.’ તમારી જાણકારી માટે નેસ વાડિયા એ ‘વાડિયા ગ્રુપ્સ કંપની’ના માલિક નુસ્લી વાડિયાના દીકરા છે. તેમની માતા એક ફેશન મેગેઝિન ‘ગ્લેડરેગ્સ’ની માલકિન છે.