BjpIndiaPolitics

ફિલ્મી હીરોને પણ ટક્કર મારે છે અપર્ણા યાદવના પતિ, લાઇફસ્ટાઇલ જોઈને ચોંકી જશો

તમને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલ મુલાયમ સિંહ યાદવે પોતાના જીવનમાં બે લગ્ન કર્યા હતા. તેમની બીજી પત્નીનું નામ સાધના ગુપ્તા છે. સાધનાનો દીકરો છે જેનું નામ પ્રતીક યાદવ છે. પ્રતીક રાજનીતિથી ખુબ દૂર છે. તે પોતાનો વેપાર કરે છે. આટલું જ નહિ પ્રતીક યાદવને બોડી બિલ્ડીંગનો ખુબ શોખ છે. આજે પણ તેઓ ખુબ શાનદાર દેખાય છે. પ્રતીક યાદવની કરોડોની સંપત્તિ છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં પ્રતિક યાદવને એક મેગેઝીન દ્વારા ‘ધ ઈન્ટરનેશનલ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ મંથ’ના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે પ્રતીક યાદવ ઘણા ફિટનેસ જીમના માલિક પણ છે. તેણે પોતાનું પહેલું જીમ લખનૌમાં જ ખોલ્યું હતું. તેમના જિમનું ઉદ્ઘાટન તેમના પિતા મુલાયમ સિંહ યાદવે પોતે કર્યું હતું. પ્રતિક યાદવ સમગ્ર યુપીમાં એકમાત્ર એવો વ્યક્તિ છે જેની પાસે 5 કરોડથી વધુની લેમ્બોર્ગિની કાર છે. પ્રતિક યાદવની લેમ્બોર્ગિની કારની પણ યુપીના રાજકીય ગલિયારામાં ખૂબ ચર્ચા થઈ રહી છે.

મુલાયમના દીકરા પ્રતીક યાદવએ એકવાર ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘જયારે હું ઇંગ્લેન્ડમાં રહીને ભણતો હતો ત્યારથી મારા મનમાં આ ગાડી ખરીદવાનું સપનું હતું.’ 10 વર્ષ પછી પ્રતીકે પોતાનું સપનું સાકાર કર્યું અને તેમણે બ્લ્યુ રંગની લેમ્બોર્ગીની ગાડી ખરીદી. પ્રતીક પરણિત છે. તેમના લગ્ન અપર્ણા યાદવ  હતા. પત્ની અપર્ણા યાદવ રાજનીતિ કરે છે. તે લખનઉ કેંટથી 2017માં વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી.

અપર્ણા યાદવની વાત કરીએ તો તે પ્રતીક યાદવની પત્ની છે. અપર્ણાને સમાજવાદી સરકારમાં માહિતી કમિશનરનું પદ આપવામાં આવ્યું હતું. અપર્ણાએ લખનૌના ભાતખંડે સંગીત વિશ્વવિદ્યાલયમાં 9 વર્ષ સુધી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો. અપર્ણાની રાજનીતિ વિશે વાત કરીએ તો, તેણે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લખનૌ કેન્ટ બેઠક પરથી 2017ની વિધાનસભા ચૂંટણી લડી હતી.

આ ચૂંટણીમાં અપર્ણા યાદવને બીજેપીની રીટા બહુગુણા જોશીએ 33,796 વોટથી હાર આપી હતી. તમને જણાવી દઈએ કે અખિલેશ યાદવે અપર્ણા માટે પ્રચાર પણ કર્યો હતો. હવે અપર્ણા યાદવ અનેક પ્રસંગોએ ભાજપ અને યોગી આદિત્યનાથના વખાણ કરતી જોવા મળી હતી. હવે તે પણ ભાજપમાં જોડાઈ ગઈ છે.