BollywoodIndiaNews

60 વર્ષની ઉંમરે આ અભિનેતાએ લગ્ન કર્યા, ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી ચૂક્યા છે

ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર ફેમસ એક્ટર આશિષ વિદ્યાર્થી (Ashish Vidyarthi)એ 60 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા. આશિષે આસામની રહેવાસી રૂપાલી બરુઆ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. અભિનેતાના આ બીજા લગ્ન છે. સમાચાર અનુસાર, આ લગ્નમાં આશિષ વિદ્યાર્થીના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જ સામેલ થયા હતા. અહેવાલો અનુસાર અભિનેતા ટૂંક સમયમાં એક રિસેપ્શન પાર્ટી યોજશે અને તેની ખુશીમાં ભાગ લેવા માટે અન્ય સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ આપશે.

આશિષ વિદ્યાર્થીએ રૂપાલી બરુહા સાથે કોલકાતામાં લગ્ન કર્યા હતા. આશિષની બોલિવૂડમાં એક ખાસ ઓળખ છે, તો બીજી તરફ તેની દુલ્હન રૂપાલી બરુઆ આસામમાં ફેશન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. રૂપાલી ગુવાહાટીની રહેવાસી છે અને તેનો ફેશન સ્ટોર કોલકાતામાં છે.

લગ્ન પછી આશિષ વિદ્યાર્થિએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું- ‘જીવનના આ તબક્કે લગ્ન કરવું એ એક અસાધારણ લાગણી જેવું લાગે છે. અમે સવારે કોર્ટ મેરેજ કર્યા છે અને સાંજે ગેટ-ટુગેધર કરીશું. પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતા આશિષે કહ્યું કે આ એક લાંબી સ્ટોરી છે, તેના વિશે ફરી વાત કરીશું. જ્યારે લગ્નને લઈને નવી વહુ રૂપાલી (રુપાલી બરુઆ)એ કહ્યું- ‘અમે થોડા સમય પહેલા મળ્યા હતા અને સંબંધને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.

આશિષ વિદ્યાર્થીની વાત કરીએ તો તેણે 11 ભાષાઓમાં 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી ઉપરાંત, આ ભાષાઓમાં તમિલ, કન્નડ, મલયાલમ અને અંગ્રેજીનો સમાવેશ થાય છે. ફિલ્મોની વાત કરીએ તો તે ‘સ્કોર્પિયન’, ‘જિદ્દી’, ‘અર્જુન પંડિત’, ‘વાસ્તવ’, ‘બાદલ’ જેવી ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો.