29 એપ્રિલે Asteroid ના ટકરાવાથી ખરેખર દુનિયા ખતમ થઇ જશે? જાણો NASA શું કહે છે
હાલ સોશિયલ મીડિયા પર તેમજ અનેક ન્યુઝ પોર્ટલ દાવો કરી રહયા છે કે એપ્રિલ મહિનામાં દુનિયા ખતમ થઇ જશે. Asteroid ના ટકરાવથી દુનિયા ખતમ થઇ જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના જાણીતા અખબારે પોતાની વેબસાઈટ પર લખ્યું કે, “શું ખરેખર દુનિયાને બચાવવા માટે એક મહિના જેટલો જ સમય રહ્યો છે? દુનિયા પર મહાવિનાશની ઘંટી વાગવા માંડી છે. ન્યુઝ વેબસાઈટ મુજબ આવનારી 29 એપ્રિલે દુનિયા ખતમ થઇ જશે. જેમાં નાસા નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ હકીકત શું છે ચાલો જાણીએ,
વાત એવી છે કે એપ્રિલ મહિનામાં પૃથ્વીની નજીકથી એક Asteroid પસાર થશે. તે પૃથ્વી ની એકદમ નજીક થી પસાર થશે તેવું NASA દ્વારા કહેવામાં આવ્યું છે.નાસાએ એસ્ટરોઇડની શોધ કરી છે જે કદમાં માઉન્ટ એવરેસ્ટથી પણ મોટો છે. એસ્ટેરોઇડ અત્યારે 52 હજાર પ્રતિ કિલોમીટરની સ્પીડે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. આટલો મોટો એસ્ટરોઇડ ટકરાય તો પૃથ્વી પર વિનાશ સર્જાઈ શકે છે.
આ અવકાશી પથ્થરને 52768 (1998 આઈઆર 2) કહેવામાં આવે છે અને તે 22 વર્ષ પહેલા પ્રથમ વખત શોધાયું હતું. અંતરિક્ષ એજન્સી અનુસાર, 29 એપ્રિલ બુધવારે વહેલી સવારે, તે પૃથ્વીથી 3,908,791 માઇલના અંતરેથી પસાર થશે, જે દર કલાકે 19,461 માઇલની ઝડપે આગળ વધશે.
જો કે નાસા ના જણાવ્યા મુજબ આ એસ્ટરોઇડ પૃથ્વી સાથે નહીં ટકરાય. એ વાત સત્ય છે કે એસ્ટરોઇડ પૃથ્વી ની એકદમ નજીક થી પસાર થશે. એકદમ નજીકથી પસાર થવાનો હોવાથી પૃથ્વી સાથે ટકરાશે તેવું કહી શકાય નહીં. આ પહેલા પણ અનેક વહત આવું બની ચૂક્યું છે. પૃથ્વી પર હંમેશા આ પ્રકારનો ખતરો રહે છે.
વિગતો મુજબ જયારે અબજો વર્ષો પહેલા Asteroid ધરતી સાથે ટકરાયો ત્યારે ડાયનાસોર યુગનો અંત થયો હતો. તે સમયે એસ્ટ્રોઇડની ટકરાવવાની ઝડપ ખુબ જ વધારે હતી.