Atique Ahmed Murder: માફિયા ડોન અતીક અહેમદ (Atique Ahmed) અને તેના ભાઈ અશરફને પ્રયાગરાજમાં મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવતા ગોળી મારી દેવામાં આવી છે. આ ઘટના સામે આવતાં જ સમગ્ર રાજ્યમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ઘટનાને અંજામ આપનારા 3 હુમલાખોરોના નામ પણ સામે આવ્યા છે અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકો લવલેશ તિવારી, અરુણ મૌર્ય અને સની છે તેવું સામે આવી રહ્યું છે. અતીક પર હુમલા દરમિયાન હુમલાખોરોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે પોલીસ કમિશનર રમિત શર્માએ આરોપીઓના નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
હજી સુધી આ હુમલાખોરો વિશે વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી, અને ન તો તે જાણી શકાયું છે કે તેઓએ આ હુમલો શા માટે કર્યો અને તેની પાછળ કોણ છે. પોલીસે આ ત્રણેયની પૂછપરછ શરૂ કરી છે. આ ઘટના બાદ યુપીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર છાવણી બની ગયો છે. ATSની 15 સભ્યોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
Atique Ahmed અને અશરફની હત્યા બાદ સીએમ યોગીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને આ બેઠકમાં DG કાયદો અને વ્યવસ્થા, DGP અને મુખ્ય ગૃહ સચિવ સંજય પ્રસાદ પણ હાજર છે.
Atique Ahmed shot dead live on camera. He was talking to media after his medical. #AtiqueAhmed pic.twitter.com/faQWShiex7
— Himanshu Pareek (@Sports_Himanshu) April 15, 2023
શનિવારે રાત્રે અતીક અહેમદ અને અશરફને પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ પાસે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન અતીક અને અશરફ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. એટલા માટે હુમલાખોરો નકલી મીડિયા પર્સન્સ તરીકે પહોંચ્યા અને બંદૂક વડે અતિકને તેના માથા પાસે ગોળી મારી દીધી. આ દરમિયાન હુમલાખોરોએ 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાની સાથે જ અતીક અને તેનો ભાઈ અશરફ જમીન પર પડી ગયા અને બંનેના ઘટનાસ્થળે જ મોત થયા.
પોલીસે આ મામલામાં 3 હુમલાખોરોની સ્થળ પરથી ધરપકડ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે મોટી માત્રામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને સીએમ યોગીએ એડીજી (કાયદો અને વ્યવસ્થા)ને બોલાવ્યા છે.
આ પણ વાંચો:અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ આખા યુપીમાં હાઈ એલર્ટ,કલમ 144 લાગુ