GujaratJunagadhSaurashtra

જુનાગઢ તોડકાંડ કેસને લઈને ATS ની કાર્યવાહી તેજ, PI તરલ ભટ્ટના ઘરે દરોડા પાડ્યા

જૂનાગઢ તોડકાંડ કેસમાં એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં જૂનાગઢ એસઓજીની ઓફિસમાંથી બેંક એકાઉન્ટની ડીટેલ્સ મળી આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે 315 બેંક એકાઉન્ટ ની વિગત ની તપાસ હાલ કરવામાં આવી રહી છે. ત્યારે તોડકાંડ માં જુદી-જુદી બેંકના કર્મચારીઓ ની સંડોવણી પણ સામે આવી છે. સિનિયર થી લઈ બેંક કર્મચારીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. તેની સાથે પોલીસ માણાવદરના CPI તરલ ભટ્ટની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. તેમ છતાં હાલમાં તેમની કોઈ ખબર નથી તે ક્યા છે.

જૂનાગઢ તોડકાંડ કેસમાં ગુજરાત ATS દ્વારા આરોપી PI તરલ ભટ્ટના ઘરે તપાસ શરૂ કરવામાં આવી છે. તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત શિવમ રેસિડેન્સીમાં પાંચમા માળે એટીએસની ટીમે તપાસ કરવામાં આવી હતી. દોઢ કલાક ચાલેલી આ તપાસમાં પરિવાર સાથે પૂછપરછ પણ કરાઈ હતી. આ સાથે તરલ ભટ્ટનું ઘર પિતાના નામે રહેલું હતું. મિલકત અને બેંક એકાઉન્ટની પણ જાણકારી મેળવવામાં આવી છે. ત્યારે આરોપી તરલ ભટ્ટની માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં વિવાદિત ભૂમિકા હોવાની જાણકારી સામે આવી હતી. જૂનાગઢના તોડકાંડમાં તરલ ભટ્ટની મુખ્ય ભૂમિકા હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યાર બાદથી તરલ ભટ્ટ અને PI ગોહેલની શોધખોળ શરૂ કરવામાં આવી છે..

તેની સાથે કથિત તોડકાંડ કેસમાં સસ્પેન્ડ કરવામાં આવેલ તરલ ભટ્ટ દ્વારા વકીલ મારફતે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માંગવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટ દ્વારા મુદત મંજૂર કરતા 6 ફેબ્રુઆરીના  સુનાવણી હાથ ધરવામાં આવશે. હાલમાં જે તપાસ ચાલી રહી છે તેની સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ASI દિપક જાનીની અટકાયત કરી હોવા છતાં હજુ સુધી કોઈ ખુલાસા કરવામાં આવ્યા નથી. ત્યારે ATS દ્વારા જૂનાગઢ તોડકાંડ અને માધુપુરા ક્રિકેટ સટ્ટા કાંડની સંડોવણીને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ તરલ ભટ્ટ પાસે રહેલી હતી. ત્યારે સટ્ટાકાંડમાં ફ્રીઝ કરાયેલા બેંક ખાતા અનફ્રિઝ કરવા માટે રૂપિયાની માંગણી કરાઈ હોવાનો તરલ ભટ્ટ પર આરોપ લાગેલો છે. ઘણા ખાતાની જાણકારી પોલીસને આપવામાં ન આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.