India

ઔરંગાબાદ: માલગાડીએ કચડી નાખતા 16 મજૂરોના મોત, મજૂરો મધ્યપ્રદેશ જતા હતા થાકીને ટ્રેક પર સૂતા હતા

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આજે સવારે દદર્નાક દુર્ઘટના થઇ હતી. અહીં એક માલગાડીએ પરપ્રાંતિય મજૂરોને રેલ્વે પાટા પર કચડી નાખ્યા હતા. આ અકસ્માત ઔરંગાબાદની જાલના રેલ્વે લાઇન નજીક બન્યો હતો, જેમાં 16 મજૂરનાં મોત નીપજ્યાં છે અને બીજા ઘણાં મજૂરો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. શુક્રવારે સવારે 6.30 વાગ્યે રેલ્વે લાઇન પર આ અકસ્માત થયો હતો.

આ તમામ પરપ્રાંતિય મજૂરો છત્તીસગઢમાં તેમના ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત થયો હતો. ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને રેલ્વે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.દક્ષિણ મધ્ય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીનું કહેવું છે કે ઔરંગાબાદના કરમાડ નજીક અકસ્માત થયો છે, જ્યાં માલ ટ્રેનની ખાલી કોચ કેટલાક લોકોની ઉપર ગઈ છે. આરપીએફ અને સ્થાનિક પોલીસ સ્થળ પર હાજર છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઔરંગાબાદમાં ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે ઔરંગાબાદમાં ટ્રેન અકસ્માતમાં જેમણે જીવ ગુમાવ્યો છે એનું ખુબ જ દુઃખ છે. પીએમ મોદીએ આ ઘટના અંગે રેલવે મંત્રી પિયુષ ગોયલ સાથે વાત કરી છે અને પરિસ્થિતિ જાણવા કહ્યું છે.

કોરોના વાયરસને કારણે લોકડાઉન થવાને કારણે દેશભરના કામદારો ફસાયા હતા. હજારો મજૂરો ઘણા ગામોથી પગપાળા તેમના ગામ અને ઘર તરફ જતા હતા. આવી સ્થિતિમાં, સેંકડો મજૂરોએ રાત રોકાવા માટે રેલ્વે ટ્રેકનો આશરો લીધો. કેન્દ્ર સરકાર દ્વારા કામદારોને તેમના રાજ્યમાં પાછા મોકલવાની મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકારોએ બસો ગોઠવી તેમના મજૂરોને બોલાવ્યા હતા. આ ઉપરાંત રેલ્વે દ્વારા વિશેષ મજૂર ટ્રેનો પણ ચલાવવામાં આવી છે, જે મજૂરોને તેમના રાજ્યમાં લઈ જઈ રહી છે.

જ્યારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી લાખો કામદારો જ્યાં હતા ત્યાં અટવાઈ ગયા હતા. ખોરાક, રોજગાર સાથે સંકળાયેલા મજૂરો પગભર થઈને તેમના ગામ તરફ પ્રયાણ કરી ચૂક્યા હતા, તે પહેલાં માર્ગમાં કેટલાક અકસ્માતમાં કેટલાક પરપ્રાંતિય મજૂરોએ જીવ ગુમાવ્યો હતો.