health

બારે માસ કરીયાણાની દુકાને મળતું આ ફળ દરેક વ્યક્તિએ ખાવું જ જોઈએ, જેને કેલ્શિયમ અને લોહીની ફેક્ટરી કહેવાય છે,

નમસ્કાર મિત્રો,આયુર્વેદ પણ કહે છે કે રક્ત એવં પ્રાણ, લોહી એ જ પ્રાણ છે.તમને પણ ખબર હશે કે જ્યારે આપણે બીમાર પડીએ તે સમયે દવાખાને જઈએ છીએ અને ડોક્ટર લોહીનો રિપોર્ટ કરાવે છે,એના પરથી નક્કી થાય છે કે દર્દીને કઈ બીમારી થઈ છે.આયુર્વેદ મુજબ આજે આપણે એક એવી વસ્તુ વિશે જાણીશું,જે બની શકે તો આ વસ્તુ તમે જીવનભર ખાઈ શકો છો.

તેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી,તેના અઢળક ફાયદા જ છે.આ વસ્તુ અંજીર છે,કરિયાણાની દુકાને બારેમાસ મળી રહે છે.તમારે દુકાનેથી અંજીર લાવવા, રાત્રિ દરમિયાન તમારે સૌથી પહેલા ૩-૪ અંજીર લેવા,તેને એક ગ્લાસ પાણીમાં પલાળી દેવા, ત્યારબાદ સવારે અંજીરને ધીમે-ધીમે ચાવીને ખાઈ જાઓ.પછી જે પાણી છે એ પણ ધીમે ધીમે પી જાઓ.

ત્યારબાદ એક કલાક સુધી કોઈ વસ્તુનું સેવન ન કરવું.આ પ્રયોગ તમને સામાન્ય લાગતો હશે પણ અંજીર એ શરીર માટે લોહીની ફેક્ટરી છે.થોડી માત્રામાં કેલ્શિયમ પણ હોય છે.આ અંજીર બાળકથી લઈ વૃદ્ધો લોકો, ટૂંકમાં દરેક વ્યક્તિ ખાઈ શકે છે.જો તમે નિયમિત અંજીરનું સેવન કરશો તો જીવનભર લોહીની કોઈ સમસ્યા આવશે નહીં.નોંધ : અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર છે.