‘બચપન કા પ્યાર’ ગીત પછી વાયરલ થયેલ બાળ કલાકાર સહદેવ રોડ અકસ્માતના એક મહિના પછી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે.સહદેવે આ માહિતી ઈન્સ્ટાગ્રામ પર આપી છે.છત્તીસગઢના સુકમા જિલ્લાના દસ વર્ષીય સહદેવને તેની મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતા ઈજા થઈ હતી.
સહદેવ પાછળ બેઠો હતો.સાજા થયા બાદ સહદેવે બુધવારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું,પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે આપ સૌનો આભાર.
વીડિયોમાં તેણે કહ્યું છે કે,“નમસ્કાર,હું સહદેવ છું અને હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છું.તમારી પ્રાર્થના અને શુભકામનાઓ માટે હું ડૉક્ટરો અને હોસ્પિટલના કર્મચારીઓ સહિત તમારા બધાનો આભાર માનું છું.
‘બચપન કા પ્યાર’ ગીતના વીડિયોથી ઈન્ટરનેટ પર છવાઈ ગયો હતો. કહેવાય છે કે આ વીડિયો 2019 માં તેના શિક્ષકે ક્લાસમાં જ બનાવ્યો હતો.