માતાના ઠપકાથી બાળકીને ખોટું લાગી જતા કરી લીધો આપઘાત
આજ કાલના બાળકો સહેજ પણ સહન શક્તિ ધરાવતા હોતા નથી. જેના કારણે ઘણી વખત હો માતા પિતા દ્વારા તેમના સારા માટે ઠપકો આપવામાં આવે તો બાળકો ના કરવાનું કરી બેસતા હોય છે. આવું જ કંઈક નવસારીમાં સામે આવ્યું છે. જ્યાં એક 8 વર્ષની ઉંમરની બાળકીને તેની માતાએ ઠપકો આપતા બાળકીને ખોટું કાગી ગયું હતું. અને બાદમાં બાળકીએ આપઘાત કરી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ નામના ગામે 8 વર્ષની બાળાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર જિલ્લામાં અરેરાટી મચી જવા પામી છે.આ બાળકી ધોરણ 3માં શના મુરીમાં અભ્યાસ કરતી હતી. હાલ વેકેશન હોવાના કારણે આ બાળકી રાજકોટથી પોતાના નાના ઘરે ચીખલી રહેવા આવી હતી. ત્યારે માતાએ કોઈ વાતને લઈને ઠપકો આપતાં બાળકીને ખોટું લાગ્યું હતું. બાદમાં બાળકી તેની માતાને ડરાવવા માટે ઓઢણી લઈને એક રૂમમાં ગઈ હતી. અને જ્યાં તેણેઓઢણી વડે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ચીખલી પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં માતા-પિતાએ બાળકોને ઠપકો આપ્યો હોય અંર બાળકને ખોટું લાગી જતા તે આ પ્રકારે અંતિમ પગલું ભરી લે છે. ત્યારે આજના બાળક માતા પિતાના ઠપકાથી ખોટું લગાડીને આ પ્રકારે અંતિમ પગલું ભરીને આપઘાત કરે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે.