Ajab GajabInternational

whatsapp ઉપર hi મમ્મી લખ્યું, અને ધડાધડ ખાલી થઈ ગયું બેંકનું બેલેન્સ, 40 કરોડ રૂપિયા સ્વાહા

સમગ્ર દુનિયામાં ઓનલાઈન સ્કેમ ખૂબ જ થાય છે અને આજે અમે તમને સ્કેમ વિશે જણાવીશું જે whatsapp ચેટ ઉપર થયો છે. અને આ સ્કેમે અત્યાર સુધી ઘણા બધા લોકોના સાત મિલિયન ડોલર કરતાં પણ વધુ રૂપિયા લૂંટી લીધા છે અને તેમાં એક વ્યક્તિ તમારો કોઈ સંબંધી બનીને મેસેજ કરે છે ત્યારબાદ તેને કહે છે કે તેનો મોબાઈલ ખોવાઈ ગયો છે અને આ તેમનો નંબર છે.

ત્યારબાદ તેઓ ઈમોશનલ બ્લેકમેલ કરીને તેમના પાસેથી ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહે છે ત્યારબાદ તે કહે છે કે જૂનો નંબર બંધ હોવાના કારણે બેન્કિંગ સેવા નો ઉપયોગ કરી શકતા નથી એવામાં પીડિત ભાવનાઓમાં વહીને તે લિંક ઉપર ક્લિક કરી નાખે છે અને ત્યારબાદ રૂપિયા ધડાધડ કપાવા લાગે છે. અને આ સ્કેમ અત્યારે ઓસ્ટ્રેલિયા એ લોકો સાથે ખૂબ થઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાના ઉભોક્તા અને પ્રતિ સ્પર્ધા આયોગ અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં આ પ્રકારના સ્કેમ ના કારણે સંખ્યામાં દસ ઘણો વધારો થયો છે અને ઓસ્ટ્રેલિયાની સ્થાનિક મીડિયાની વાત કરીએ તો વર્ષ 2022 માં જ લગભગ 11,100 પીડીતો લગભગ 72 લાખ ડોલર એટલે કે 40 કરોડ રૂપિયાથી પણ વધુ રૂપિયાની ઠગાઈ થઈ છે અને ખાસ કરીને ઓગસ્ટ મહિના બાદ આ ઠગાઈમાં વધારો થયો છે.

તેને ‘Hi Mum’ કેમ પણ કહેવામાં આવે છે અને આ પ્રકારના સ્કેમથી ઓસ્ટ્રેલિયાના લોકોને સતત રહેવા માટે કહેવામાં આવ્યું છે આ લગભગ સ્કેનની શિકાર પંચાંગ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ થાય છે અને લોકો ને કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ તમને નવા નંબરથી તમારા સંબંધથી બનીને સંપર્ક કરે તો સૌ પ્રથમ તે નંબરને તમે વેરીફાઇ કરો અને જૂના નંબર ઉપર કોલ કરીને જુઓ તે ખરેખર બંધ થયો છે કે નહીં કે પછી ઉઠાવવામાં આવ્યો છે.

તે સિવાય તમે સ્કેમર પાસેથી તમારા સંબંધથી જોડેલ કોઈ પણ અંગત સવાલ પૂછી શકે છે ત્યારબાદ તમને ખરેખર સાચું લાગશે કે તે ખરેખર તમારા ઓળખીતા જ છે કે પછી કોઈ ઠગ છે કોઈપણ વ્યક્તિને પૈસા આપતા પહેલા સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં પણ અમુક સમય પહેલા આ પ્રકારનો સ્કેમ ચાલતો હતો તેમાં કોઈપણ સોશિયલ મીડિયા પ્રોફાઈલ હેક કરવામાં આવતી હતી ત્યારબાદ તેમના ફ્રેન્ડ લિસ્ટમાં જઈને રૂપિયા માંગવામાં આવતા હતા તેમજ સ્કેમર કહેતા હતા કે તેમને રૂપિયાની અરજન્ટ જરૂર છે અને કોઈ બીમારીનું બહાનું બતાવીને લોકોને બ્લેકમેલ કરતા હતા અને તેમના પાસેથી રૂપિયા લઈ લેતા હતા.