આપણે જોઈએ તો શિયાળાની સિઝન ચાલુ છે એવામાં,પહાડી રાજ્યોમાં હિમવર્ષાના કારણે સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી છે. પરંતુ ભારતીય સેનાના જવાનો માઈનસ તાપમાનમાં પણ સરહદ પર દેશની રક્ષા માટે ઉભા છે.કડકડતી ઠંડી અને હિમવર્ષામાં પણ તેમના હોંસલા મજબૂત છે.તે દેશની રક્ષા તેમજ સામાન્ય લોકોની મદદ કરવામાં જરાય પીછેહટ કરતા નથી.
આ દરમિયાન ભારતીય સેનાને સલામ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,જેમાં સૈનિકો હિમવર્ષા દરમિયાન 6 કિલોમીટર ચાલીને ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ ગયા હતા.ખરેખર,સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે.
#WATCH | Amid heavy snowfall, Indian Army medical team conducted an emergency evacuation of a pregnant woman from Ghaggar Hill village near LOC and brought her to an ambulance at Salasan in Baramulla, Jammu & Kashmir. pic.twitter.com/jAUsnnawDd
— ANI (@ANI) January 8, 2022
જ્યાં નિયંત્રણ રેખા (LoC) પાસેના ઘગ્ગર હિલ ગામમાં રહેતી એક મહિલાની તબિયત અચાનક બગડી,શનિવારે આ વાતની જાણ સૈનિકોને થઈ તો તેઓ તરત જ મહિલાના ઘરે પહોંચ્યા.જે બાદ સૈનિકોએ મહિલાને પગપાળા હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કર્યો.
જવાનો ગર્ભવતી મહિલાને ખભા પર લઈને હોસ્પિટલ લઈ જતા હતા. આ દરમિયાન હિમવર્ષા થઈ રહી હતી પરંતુ સૈનિકોનો જુસ્સો અડગ જ રહ્યો.તે મહિલાને પૂરા ઉત્સાહ સાથે હોસ્પિટલ લઈ ગયા અને તેને સમયસર દાખલ કરાવી.દરેક લોકો ભારતીય જવાનોના જુસ્સાના વખાણ કરી રહ્યા છે.બીજી તરફ પીડિત મહિલાના પરિજનોએ જવાનોનો આભાર માન્યો.