ત્વચા માટે વરદાન છે ઘી, એના ગુણો આગળ પાર્લર પણ છે ફેલ, જાણો તેને એપ્લાય કરવાની યોગ્ય રીત
ભારતીય ઘરોમાં ઘીનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે અને તેને ન માત્ર ખાવાનો સ્વાદ વધારે છે પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે તેમાં ઘણા બધા ઔષધીય ગુણો હોય છે તેનો ઉપયોગ ઘણી બધી સદીઓથી ભારતમાં થાય છે ઘણા બધા લોકો તેલના સ્થાને ઘી ખાવાની સલાહ આપે છે અને આ ઘી આપણા ત્વચા માટે પણ ખૂબ જ લાભકારી હોય છે તેને યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો ઘી થી જ ઘરે બેઠા પાર્લર જેવો નિખાર પ્રાપ્ત કરી શકાય છે.
આ રીતે લાવો ઘી થી ચહેરા ઉપર નિખાર
હવે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં ત્વચા ડ્રાય થઈ જાય છે અને ત્વચા ડ્રાય થઈ જાય ત્યારે ત્વચા ઉપરનો ગ્લો ઓછો થઈ જાય છે એવા માં ઠંડીના દિવસોમાં ઘણા બધા લોકો મોઈશ્ચરાઈઝર નો ઉપયોગ કરે છે આમ ઘી એક નેચરલ મોસ્ચરાઈઝર હોય છે અને તેને ત્વચા પર લગાવવાથી શુષ્કત વચાની તકલીફ સમાપ્ત થઈ જાય છે અને કેમિકલ યુક્ત બજારની પ્રોડક્ટ થી ખૂબ જ સારું હોય છે.
ઘી નો ઉપયોગ તમે ચહેરાની કરચલી થી છુટકારો મેળવવા માટે પણ કરી શકો છો તે તમારા વૃદ્ધત્વને ઓછું કરી દે છે તમે તેને દરરોજ ચહેરા ઉપર લગાવી શકો છો. એટલું જ નહીં નેચરલ સનસ્ક્રીમનું પણ કામ કરે છે તે તમને સનબર નથી બચાવે છે તે સિવાય ચહેરા ઉપર કરચલી પણ દૂર થઈ જાય છે અને તમને જવાન રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.
તમારી ત્વચામાં ગ્લો લાવવા માટે ઘીનો ફેસપેક ઉપયોગમાં લઈ શકો છો. તેની માટે તમારે એક ચમચી ઘીમાં એક ચમચી હળદર અને એક ચમચી બેસન ઉમેરવાનું છે અને આ પેકને તમારા ચહેરા ઉપર હલકા હાથોથી લગાવીને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. અંતમાં તેને હલકા ગરમ પાણીથી ધુઓ. આમ તમારા ચહેરા ઉપર પાર્લર માં ફેશિયલ કરાવ્યા જેવો નીકર આવી જશે તમે આ ફેસપેક નો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરી શકો છો.
જો તમારી આંખોની નીચે કાળા ડાર્ક સર્કલ થઈ ગયા છે. તો ઘી તમારી મદદ કરી શકે છે તમારે માત્ર રાત્રે આંખોની નીચે ઘી લગાવવાનું છે, અને સવારે તેને ધોઈ લેવાનું છે. તેની સાથે જ ઊંઘ પૂરી કરવાની છે અને પાણી વધુ પીવાનું છે આમ તમને ડાર્ક સર્કલથી છુટકારો મળી જશે.
ઘી નો ઉપયોગ તમે નેચરલ સ્ક્રબ બનાવવામાં પણ કરી શકો છો જો તમે ચહેરા ઉપરથી મૃત ત્વચાને બહાર કાઢવા માંગો છો તો ઘી અને ખાંડને મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકો છો. તેની માટે એક ચમચી ઘીમાં એક ચમચી ખાંડ ઉમેરો ત્યારબાદ તેને ચહેરા ઉપર લગાવો તમારી ત્વચા નવી થઈ જશે.
આ રીતે શિયાળામાં ફાટતા હોઠ માટે પણ તમે ઘીનો ઉપયોગ કરી શકો છો તમારે બજારમાંથી લીપ બામ લાવવાની જરૂર પડશે નહીં. તમે ડાયરેક્ટ તમારા હોઠ ઉપર ઘી લગાવી શકો છો તેનાથી તમારા હોઠ સોફ્ટ થઈ જશે અને ફાટશે પણ નહીં.