ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત રહેલો છે. ગુજરાતમાં દિવસે-દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે પણ એવા જ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાના કેસ ચિંતા વધારનાર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 417 નવા કેસ સામે આવ્યા છે. તેમ છતાં રાહતની વાત એ પણ રહેલ છે કે આજે એક પણ દર્દીનું કોરોનાના લીધે મોત નીપજ્યું નથી.
ગુજરાતમાં નીચે મુજબ નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં – 136
મહેસાણા – 46
વડોદરા કોર્પોરેશન – 29
સુરત કોર્પોરેશન – 28
વડોદરા – 26
સુરત – 23
પાટણ – 20
ભરૂચ – 15
વલસાડ – 14
ગાંધીનગર – 12
ગાંધીનગર કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનમાં – 7
રાજકોટ – 6
આણંદ, મોરબી અને સાબરકાંઠામાં – 5
ભાવનગર કોર્પોરેશન અને કચ્છમાં – 4
અમદાવાદ, ગીર સોમનાથ, નવસારી અને સુરેન્દ્રનગરમાં – 3
દાહોદ, જામનગર કોર્પોરેશન, ખેડા, પંચમહાલ અને પોરબંદરમાં – 2
અમરેલી-અરવલ્લી અને ભાવનગર – 1
કોરોનાના કેસોને લઈને આજે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. રાજ્યમાં આજે એક પણ દર્દીનું કોરોનાના લીધે મોત નીપજ્યું નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મોતના આંકડાની વાત કરીએ તો તે 11065 પર પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 2087 રહેલા છે. જેમાંથી 03 દર્દીઓ વેન્ટીલેટર પર રહેલ છે અને 2084 દર્દી સ્ટેબલ રહેલા છે. જ્યારે કોરોનાંથી સાજા થવાનો આંકડો 1273152 પહોંચ્યો છે.
આ સિવાય રાજ્યમાં કોરોનાથી સાજા થવાના લોકોનો દર 98.98 પહોંચ્યો છે. સરકાર દ્વારા કોરોનાની મહામારીને લઈને ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આવી છે, તેને પાલન કરવાની સુચનાઓ પણ અપાઈ છે.