ગર્લફ્રેન્ડ ના ઘરે ઇલુ ઇલુ કરવા માટે પહોંચ્યો બોયફ્રેન્ડ અને ઘરના લોકો ઉઠ્યા તો તે કૂવામાં છુપાઈ ગયો ત્યારબાદ જે થયું તે…….
પ્રેમ કરવો ખરેખર આસાન હોતો નથી અને તમે દિલ તો આસાનીથી તેમની જોડે જોડી લો છો પરંતુ બે દિલ ને એક કરવામાં પરસેવો છૂટી જાય છે આ સમાજ પ્રેમના પંખીઓને પિંજરામાં કેદ કરી નાખે છે અને તેમને ખુલ્લા આકાશમાં આઝાદીથી ઉડવા નથી દેતા એવામાં પ્રેમી પંખીડા પોતાના પ્રેમને જાળવી રાખવા માટે ખૂબ જ ઊંચી એડી નું જોર લગાવે છે.
બિહારના સારણ જિલ્લામાં પ્રેમથી જોડાયેલ એક અનોખો મામલો જોવા મળ્યો છે અહીં એક પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા માટે રાત્રે ચોરી છુપે ઘરમાં જાય છે પરંતુ ત્યારે જ છોકરીના ઘરના લોકો જાગી જાય છે અને એવામાં પ્રેમી છુપાવવા માટે કુવામાં છલાંગ લગાવી દે છે આમ ત્યારબાદ જે થયું તે તમે સપનામાં પણ નહીં વિચારી શકો.
મુન્ના રાજ નામના એક વ્યક્તિએ પોતાના ગામની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ બનાવ્યો હતો અને તે શુક્રવારે લગભગ રાત્રે 2:00 વાગે પોતાના પ્રેમિકાને મળવા માટે ત્યાં જાય છે અને એ દરમિયાન પ્રેમિકાના ઘરના લોકો અવાજ સાંભળીને ઉઠી જાય છે તે દરમિયાન પ્રેમી જાણી જાય છે અને જો છોકરીના ઘરના લોકો રાત્રે તેના ઘરમાં તેને જોઈ લેતો કૂતરાની જેમ મારશે આમ ડરેલો પ્રેમી છુપાવવા માટે એક જગ્યા શોધે છે.
પ્રેમીને જ્યારે છુપાવવા માટે કોઈ જગ્યા ન મળી ત્યારે તેને સામે એક કૂવો દેખાયો અને ત્યારબાદ તે ડાયરેક્ટ કુવામાં કૂદી ગયો. આમ તો તેને કૂવામાં કુદતા પહેલા થોડો અવાજ કર્યો હતો. એટલામાં જ આસપાસના ગામના લોકો જાગી ગયા અને દરેક વ્યક્તિએ વિચાર્યું કે કોઈ બિચારો ભૂલમાંથી કૂવામાં પડી ગયો છે ત્યારબાદ તેમને તે વ્યક્તિને બહાર કાઢ્યો આમ તો જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે બધાને માહિતી મળી કે તે પોતાની પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો.
આમ તો આ સમગ્ર કિસ્સો ગામના પંચાયત સુધી પહોંચી ગયો છે, અને પ્રેમી તથા પ્રેમિકાને જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ચાર વર્ષથી તેઓ એકબીજાને પસંદ કરે છે અને લગ્ન પણ કરવા માંગે છે આમ છોકરો છોકરીની વાત સાંભળીને પંચાયતે ફેંસલો લીધો છે કે તેમનું લગ્ન કરાવવામાં આવે ત્યારબાદ ગામમાં મુન્નારાજ અને તેમની પ્રેમિકાના હાથ પીળા કરવામાં આવ્યા, અને આ લગ્ન ગામના જ મંદિરમાં થયા અને બંને પક્ષના પરિવારના લોકો ત્યાં ઉપસ્થિત હતા.