International

અહીંયા ભાડા પર મળે છે ગર્લફ્રેન્ડ પણ ભારતીય યુવકોને હાથ લાગશે નિરાશા

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા માતા પિતા તમને વઢે છે કહે છે કે કેમ તે ગર્લફ્રેન્ડ નથી બનાવી? હા તમને જણાવી દઈએ કે આ એક સાચી વાત છે આવું ચીનમાં થાય છે અને તમને જાણીને નવાઈ લાગશે પણ આનાથી બચવા માટે ત્યાંના યુવાનો ભાડા પર ગર્લફ્રેન્ડ બનાવી રહ્યા છે અને તેને પોતાની ગર્લફ્રેન્ડ કહીને મળાવે છે. ચીનમાં ઘણીબધી એપ્લિકેશન દ્વારા તમે ગર્લફ્રેન્ડ ભાડા પર લઇ શકો છો.

ચીનના યુવાનો જ્યારે તેમના ઘરે રજાઓ ગાળવા જાય છે ત્યારે તેઓ ગર્લફ્રેન્ડને ભાડા પર રાખે છે. જો તે આમ ન કરે, તો તેને તેના માતા-પિતા અને તેમના સંબંધીઓ તરફથી સખત પ્રશ્નોનો સામનો કરવો પડશે. ઘણી વખત યુવાનોને લગ્ન અને ગર્લફ્રેન્ડ બનાવવાના મહત્વ પર સંબંધીઓના લાંબા ભાષણોનો પણ સાંભળવા પડે છે.

તમને જણાવી દઈએ કે ભાડા પર ગર્લફ્રેન્ડ લેવા માટે અમુક શરતો હોય છે. તમે યુવતીને અડી શકતા નથી. છોકરી છોકરાને ફક્ત ઈમોશનલ સપોર્ટ આપશે. તેની ગર્લફ્રેન્ડની જેમ વ્યવહાર કરશે. ભાડા પર ગર્લફ્રેન્ડ રાખવા માટે યુવકને 1999 યુઆન એટલે કે લગભગ 22816 રૂપિયા જેલો ખર્ચ કરવો પડશે. આ ચુકવણી કરીને જ તે યુવતીને પોતાની ગર્લફ્રેન્ડ તરીકે પરિવારને મલાવી શકે છે. તેની સાથે ડેટ પર જઈ શકે છે અને તેની સાથે ચેટ પણ કરી શકે છે.

નોંધનીય છે કે ચાઇનામાં ચંદ્ર નવા વર્ષ દરમિયાન, ભાડા પર ગર્લફ્રેન્ડને રાખવાનું વધુ મોંઘું બની જાય છે. ત્યારબાદ યુવાનોએ 3 હજાર યુઆન એટલે કે 34,241 રૂપિયાથી લઈને 10 હજાર યુઆન એટલે કે 1,14,139 રૂપિયા ભાડે રાખેલી ગર્લફ્રેન્ડ માટે ખર્ચવા પડશે. આવું એટલા માટે થાય છે કારણ કે નવા વર્ષની રજાઓ પર મોટાભાગના લોકો ઘરે પાછા આવે છે. ભાડા પર ગર્લફ્રેન્ડ તરીકે કામ કરતી એક યુવતીએ જણાવ્યું કે તેનું કામ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તેને દરેક વખતે અજાણી વ્યક્તિની ગર્લફ્રેન્ડ બનવું પડે છે.