બેંગકોકમાં યોજનાર વર્કશોપમાં આણંદની આ કોલેજના અધ્યાપિકા અને વિદ્યાર્થીની કરશે ભરતનું પ્રતિનિધિત્વ
આજે કેન્સર ના રોગનું પ્રમાણ માત્ર માણસોમાં નહીં પણ વિશ્વભરમાં દેશોના પશુઓમાં પણ વધી રહ્યું છે. ત્યારે પશુઓમાં વધી રહેલા કેન્સરના રોગના અભ્યાસ તેમજ તેના ઉપચાર માટે યુરોપીયન સ્કુલ ઓફ એડવાન્સ વેટરનરી સ્ટડીઝનાં ઉપક્રમે આગામી 17 જુલાઈથી 24 જુલાઈ સુધી બેંગકોક ખાતે વર્કશોપ યોજાનાર છે. આ વર્કશોપમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતમાંથી એક માત્ર આણંદ જિલ્લાની કામધેનું યુનિવર્સિટી સંચાલિત વેટરનરી કોલેજની વિદ્યાર્થીની તેમજ અધ્યાપિકા પસંદગી પામ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં આજે શ્વાન,બિલાડી સહીત અનેક પશુઓમાં કેન્સરનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે પશુઓને થઈ રહેલા કેન્સરના રોગનું નિદાન તેમજ તેની સારી રીતે સારવાર કેવી રીતે થઈ શકે તે માટે આગામી 17 થી 24 જુલાઈના રોજ બેંગકોક ખાતે એક વર્કશોપ યોજાવાનો છે. જેમાં ભાગ લેવા માટે આણંદ જિલ્લાની વેટરનરી કોલેજના એસોસીએટેડ પ્રોફેસર એવા નૈયા પરીખ તેમજ PHDની વિદ્યાર્થીની ફોરમ આસોડીયા પસંદગી પામ્યા છે.
તમને જણાવી દઈએ કે, બેંગકોક ખાતે 17 જુલાઈથી 24 જુલાઈ દરમિયાન યોજાનારા આ વર્કશોપમાં દુનિયાના 44 જેટલા દેશોમાંથી વેટરનરી કોલેજનાં અધ્યાપકો,સંશોધકો તેમજ વિદ્યાર્થીઓ ભાગ લેવના છે. જેમાં સમગ્ર ભારતમાંથી ભાગ લેવા માટે એકમાત્ર આણંદ જિલ્લાની કામધેનુ યુનિવર્સીટી દ્વારા સંચાલિત વેટરનરી કોલેજની વિદ્યાર્થીની અને અધ્યાપિકા પસંદગી પામ્યા છે. આમ આ અધ્યાપક અને વિદ્યાર્થીની બેંગકોક ખાતે યોજનાર આ વર્કશોપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.