રાજસ્થાનથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનમાં ભયંકર કાર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. તેની સાથે જાણકારી સામે આવી છે કે, આ કારમાં આરોપીઓ સહિત ગુજરાતના પોલીસ અધિકારીઓ રહ્યા હતા. જ્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે જેમાં ચાર પોલીસ કર્મચારીઓ સહિત પાંચના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે.
તેની સાથે જાણકારી પ્રાપ્ત થઈ મૃતક પોલીસ કર્મચારીઓ ગુજરાતમાં પોલીસની ફરજ પર રહેલા હતા. આ અકસ્માત રાજસ્થાનના જયપુરના ભાભરુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાજુ બન્યો હતો. તેના લીધે તેની ચારોતરફ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, 8 તારીખના રોજ ભાવનગર ઘરફોડનો ચારીની શોધમાં ગુજરાતના પોલીસકર્મી ભાવનગરથી દિલ્હી માટે ગયા હતા. ત્યાર બાદ તપાસ કરીને આરોપીને લઈને તે ગુજરાતમાં લાવવામાં આવી રહ્યા હતા. પરંતુ તે દરમિયાન રાજસ્થાનમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
તેની સાથે મૃતક પોલીસકર્મીઓના નામ સામે આવ્યા છે. જેમાં ભીખુભાઈ બુકેરા, કોન્સ્ટેબલ, શક્તિસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ, મનસુખ બાલધીયા, કોન્સ્ટેબલ, ઈરફાન આગવાન, કોન્સ્ટેબલ ના નામ સામેલ છે. મૃતક પોલીસ કર્મચારીઓની વાત કરીએ તો તે ભાવનગરમાં ફરજ બજાવી રહ્યા હતા. એવામાં હવે ભાવનગર પોલીસના ચાર પોલીસ કોન્સ્ટેબલના અકસ્માતમાં મોત કારણે મોટા અધિકારીઓ જયપુર માટે રવાના થયા હોવાની જાણકારી સામે આવી છે.