નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.
આજે આપણે ભાવ ભર્યા ભાવનગર શહેરની વાત કરીશું, શહેરમાં ગોહેલ લોજ નામની એક રેસ્ટોરન્ટ છે, જ્યાં ફક્ત 30 રૂપિયામાં બાજરીનો રોટલો અને શાક ભરપેટ જમી શકો છો.શાક ૪-૫ જાતના હોય છે.મોંઘવારીના આ સમયે ૩૦ રૂપિયામાં જમવા મળે એટ્લે ખૂબ જ સારું કહેવાય.જો આપણે એડ્રેસની વાત કરીએ તો ભાવનગરમાં સ્ટેશન રોડ, પાનવાડી ચોક નજીક આ લોજ છે.
કોરોના મહામારી પહેલા ૨૦ રૂપિયામાં લોકો ભરપેટ જમતા હતા,પરંતુ હવે ૩૦ રૂપિયા કર્યા છે.આ લોજની બાજુમાં હોસ્પિટલ એરિયા છે,એટ્લે કોઈ માંદા વ્યક્તિની સાથે કોઈ સંબંધી આવ્યા હોય તો તેઓ પણ અહિયાં જમવા આવે છે.લોજમાં બહેનો ચૂલા પર રોટલી,બાજરીના રોટલા બનાવે છે.
જો તમે ભાવનગરમાં રહેતા હોવ અથવા ભાવનગર બાજુ જાઓ તો અહિયાં જમવા માટે અવશ્ય જાઓ,અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.