GujaratSaurashtra

ભાવનગરમાં એક ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થતા, લોખંડનો ગરમ રસ ઉડતા 10 થી વધુ મજૂરો ગંભીર રીતે દાઝ્યા

ભાવનગરની એક ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. ભાવનગરના સિહોર પાસે ઘાંઘળી રોડ પર આવેલી જીઆઇડીસી-4 માં અરિહંત ફરનેશ ફેકટરીમાં ગઈ કાલે મોડી રાત્રીના ભઠ્ઠીમાં કોઈ કારણોસર પ્રચંડ બ્લાસ્ટ થયો હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેમાં રહેલા કોલસા અને લોખંડનો ગરમ રસ ઉડ્યો હતો જેના લીધે 10 થી વધુ મંજૂરો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે નજીક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, અરિહંત ફરનેશ ફેક્ટરીમાં ગત રાત્રીના ભઠ્ઠીમાં બળતણ નાખતા દરમિયાન કો કારણોસર અચાનક બ્લાસ્ટ થઈ ગયો હતો. તે દરમિયાન ફેક્ટરીમાં 17 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. જ્યારે આ બ્લાસ્ટ થયો તો કોલસા અને લોખંડનો ગરમ રસ ઉડ્યો હતો. તેનાથી બચવા માટે મજૂરો દ્વારા નાસભાગ કરવામાં આવી હતી જેના લીધે 10 થઈ વધુ મજૂરો દાઝી ગયા હતા. ત્યાર બાદ 108 ને જાણ કરવામાં આવી હતી. તેના દ્વારા દાઝેલા મજૂરોને સારવાર માટે સિહોર તથા ભાવનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટનાની ગંભીરતાને જોતા અગાઉથી હોસ્પિટલો તકેદારી રૂપે કહી દેવામાં આવ્યું હતું કે, તેના કારણે સ્ટ્રેચર સાથે સ્ટાફ સારવાર માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને તમામ દાઝેલાઓને ઝડપી સારવાર માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. તેમ છતાં એક વાતની જાણકારી સામે આવી છે કે તેમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ આટલી મોટી ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે.