GujaratJunagadhSaurashtra

કોરોનાનો કહેર ઓછો થતા શિવરાત્રીના ભવનાથ મેળાને લઈને લેવામાં આવ્યો સૌથી મોટો નિર્ણય

રાજ્યમાં સતત છેલ્લા થોડા દિવસો કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ જે 20 હજારથી વધુ આવી રહ્યા હતા તે હવે તે 900 ની અંદર આવી ગયા છે. જયારે એવામાં કોરોનાના કેસ ઘટતા ગુજરાતીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.

જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈને મોટી જાણકારી આપી છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને કોરોના ગાઈડલાઈન સાથે મંજૂરી આપી દેવાઈ છે. તેના લીધે આ હવે આ મેળા ભાવી-ભક્તોની ભીડ ઉમટવાની શક્યતા છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા વધુમાં કહેવામાં આવ્યો છે કે, તંત્રના દાવા અનુસાર આ મેળાનું આયોજન ખૂબ ધામધૂમ કરવામાં આવશે. મેળાના આયોજન માટે વિવિધ સમિતિઓ બનાવવામાં આવી હતી.

જ્યારે આ બેઠકમાં સાધુ સંતો, ધારાસભ્ય, પદાધિકારીઓ, સામાજિક સંસ્થાઓની અગ્રણીઓ હાજર રહેલા હતા. તેમની હાજરીમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે આગામી 25 ફેબ્રુઆરીના રોજ મહા વદ નોમના દિવસથી શિવરાત્રીનો મેળાની શરૂઆત થશે.ઉલ્લેખનીય છે કે, આ મેળા માટે જૂનાગઢ મહાનગર પાલિકાના પદાધિકારીઓ તથા ભાજપના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી.

એવામાં ગુરુવારના કલેકટર કચેરી ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ક્લેક્ત્ર્મ સાંસદ, ધારાસભ્યો, સાધુ-સંતો વગેરે સાથે બેઠક કરવામાં આવી હતી. એવામાં હવે શિવરાત્રીના મેળાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં કોરોનાના કહેરને જોતા ભવનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીનો મેળો સાધુસંતો સાથે બે વર્ષથી આયોજિત કરવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે આ મેળામાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટવાની શક્યતા જોવા મળી રહી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે