વર્ષ 2023-24 દરમિયાન GTU દ્વારા સમયાંતરે પરીક્ષા ઓ લેવામાં આવે છે. પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાઈ છે. એવામાં ચાલુ વર્ષમાં GTU દ્વારા કુલ 352 વિદ્યાર્થીઓ ના પરીણામ રદ્દ કરવામાં આવ્યા છે. વિવિધ રીતે ચોરી કરતા પકડાયેલા કુલ 352 વિદ્યાર્થીઓ ને લેવલ 1 થી 6 લેવલની સજા કરાઈ છે. જ્યારે 10 વિદ્યાર્થીઓ ને નો પેનલ્ટી હેઠળ કોઈ પણ પ્રકારની સજા કરવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે, GTU સાથે સંકળાયેલ ડિપ્લો માં ડિગ્રી, ઈજનેરી, ડિપ્લોમા ફાર્મસી, એમબીએ અને એમસીએ સહિતની અન્ય વિદ્યાશાખાની કુલ 400 થી વધુ કોલેજો નાં વિદ્યાર્થીઓ ની વર્ષ 2023-24 દરમિયાન રેગ્યુલર અને રિપીટર પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગરમાં યોજાઈ હતી. આ પરીક્ષામાં ચોરી કરતા દરમિયાન પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી તા. 15,16,17 ફેબ્રુઆરી ના રોજ રખાઈ હતી.
નોધનીય છે કે, GTU ની પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં ફોન લઈ જવા પર પણ પ્રતિબંધ રહેલો છે. એવામાં વર્ગખંડમાં હાથે લખેલી કાપલી ની મદદથી વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે વર્ગખંડમાં જવાબવહી માંથી કોપી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો., તેની સાથે પરીક્ષા સમયે વર્ગખંડમાં મોબાઈલ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં પરીક્ષાર્થી મોબાઈલ લઈ જતા પકડાયા હતા. તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે.