India

અહિયાં હનુમાન મંદિરમાં લેવાયો મોટો નિર્ણય: હવે ટૂંક કપડાં, ફાટેલા જીન્સ પહેરીને એન્ટ્રી નહિ મળે

Hanuman Temple : ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં સ્થિત હનુમાન મંદિરમાં ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. હનુમાન મંદિરના પ્રવેશદ્વાર પર એક નોટિસમાં આવતા ભક્તોને નિર્ધારિત ડ્રેસ કોડનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. નોટિસ અનુસાર, ‘ટૂંકા કપડા, બર્મુડા, હાફ પેન્ટ, નાઈટ વેઅર, મિની સ્કર્ટ અને ફાટેલી જીન્સ પહેરેલા લોકોને મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.’

આ બાબતે હનુમાન મંદિરના મુખ્ય પૂજારી અને મંદિર સમિતિના વડા સલિલ દ્વિવેદીનું કહેવું છે કે મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્ય પૂજારી સલિલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે લોકો મંદિરોને પિકનિક સ્પોટ ગણતા અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે એમ પણ કહ્યું કે આ નિર્ણય ખૂબ જ સાવધાનીથી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મથુરા, અલીગઢ અને મુઝફ્ફરનગરના મંદિરોમાં ભક્તોના ડ્રેસ કોડને લઈને આવો જ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. શામલીમાં મંદિરના પ્રવેશદ્વાર પર નોટિસની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો અલગ-અલગ રીતે આ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

હનુમાન મંદિરની બહાર પોસ્ટ કરવામાં આવેલી નોટિસ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું કે આ નિર્ણય ઘણો સાચો છે. લોકોએ મંદિર જતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેઓ પિકનિક સ્પોટ પર ન જઈ રહ્યા હોય. મંદિરમાં જતી વખતે તેઓ કેવા પોશાક પહેરે છે તેનું ધ્યાન રાખવું જોઈએ., અન્ય યુઝરે તેને ફ્રીડમ સાથે લિંક કર્યું. તેમણે કહ્યું કે ભારત એક આઝાદ દેશ છે. એટલા માટે આવા નિયંત્રણો લાદવા જોઈએ નહીં. સરકારે આમાં હસ્તક્ષેપ કરવો જોઈએ. કોઈ વ્યક્તિ કોઈના કપડાં પહેરવાનું નક્કી કરી શકતું નથી.