અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા રહેલા લોકોને ફૂલ ઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ૨૨ લોકોને અડફેટે લેવામાં આવતા નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવ્યો હતો. જ્યારે આ અકસ્માત બાદ પ્રજ્ઞેશ પટેલ તેના પુત્ર તથ્ય પટેલને પોલીસ સમક્ષ હાજર કરવાને બદલે અન્ય સલામત સ્થળ પર લઇ ગયા હતા. તેની સાથે આ દરમિયાન તેમના દ્વારા ત્યાં રહેલ લોકોને ધમકાવ્યા પણ હતા. આ કારણોસર પ્રજ્ઞેશ પટેલને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. એવામાં પ્રજ્ઞેશ પટેલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. તેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા. હાલમાં પ્રજ્ઞેશ પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જેલમાં બંધ રહેલ છે. જ્યારે હવે તેમને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે.
જાણકારી મુજબ પ્રજ્ઞેશ પટેલ દ્વારા મેડિકલ ગ્રાઉન્ડ ઉપર અમદાવાદ જિલ્લા ન્યાયાલયમાં વચગાળાની જામીન અરજી ફાઈલ કરવામાં આવી છે. તેના વકીલ નિસાર વૈધ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેને મોઢાનું કેન્સર રહેલ છે અને તેને મુંબઈની ટાટા હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા પડશે. તેના આધારે આ જામીન અરજી ફાઈલ કરવામાં આવી છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા તથ્ય પટેલ પિતા પ્રજ્ઞેશ પટેલ પર IPC ની કલમ 279, 337, 338, 304, 308, 504, 506 (2) અને ઝડપથી ગાડી ચલાવવા પર મોટર વ્હીકલ એક્ટ હેઠળ 177, 184 તેમજ 134 (B) અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, ઇસ્કોન બ્રીજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલ દીકરો રહેલ છે. જ્યારે અકસ્માત સર્જાયા બાદ પ્રજ્ઞેશ પટેલ ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને તથ્યને છોડાવીને રાત્રે પોતાની સાથે લઇ ગયા હતા. આ સિવાય નવેમ્બર 2020 માં તેમના સામે દુષ્કર્મની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
જાણકારી મુજબ, રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી અપાવવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવક દ્વારા આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ અમદાવાદમાં ખાતે દાખલ કરાવવામાં આવી હતી. આ તમામ યુવતીને પહેલા આબુ અને પછી તેને ઉદેપુર લઈ ગયા હતા. ત્યાં કોલ્ડ્રિંકમાં દારૂ ભેળવી યુવતીને બેભાન કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.