ગુજરાતના રાજકારણ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર ભાજપને લઈને સામે આવ્યા છે. ગુજરાતના મોટું માથું ગણાતા નીતિન પટેલ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમણે ભાજપ તરફથી એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નેતા નીતિન પટેલ ને ઉત્તરાખંડ-યુપીના પાંચ ક્લસ્ટર અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે.
નોંધનીય છે કે, 2024 ની લોકસભા ચૂંટણી માટે આજથી ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. આજથી દેશભરમાં ભાજપ જન સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે. 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ને પણ જવાબદારી સોંપવામાં આવી છે. નીતિન પટેલને 5 ક્લસ્ટર અને ઉત્તરાખંડની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ મોદી સરકારના કામો લોકો સુધી પહોંચાડવામાં મદદ રૂપ થશે. જ્યારે એક મહિના સુધી જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવશે.
તેની સાથે ભાજપ દ્વારા મોદી સરકારની નીતિ અને ઉપલબ્ધિઓની જાણકારી આપવા દેશભરમાં આ અભિયાન ચલાવવામાં આવશે. આ જનસંપર્ક અભિયાન 30 મે થી 30 જૂન સુધી ચલાવવામાં આવશે. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને ઉત્તરાખંડ તેહરી ગઢવાલ, હરિદ્વાર અને ગઢવાલ તથા ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગર અને કૈરાના ની જવાબદારી સોંપવામાં આવી છે. આ લોકસભા ક્લસ્ટરમાં પ્રવાસ કરીને તેઓ ભાજપનો પ્રચાર કરાશે.