GujaratAhmedabad

દારૂના શોખીન લોકો માટે મોટા સમાચાર, ગોવા-રાજસ્થાનથી દારૂ પીને પરત આવો છો તો આટલું જરૂર ધ્યાન રાખજો…

દારૂના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. દારૂ પીવા માટે લોકો ફેવરેટ ગોવા અને રાજસ્થાન રહેલ છે. જયારે દારૂ પીધા બાદ લોકો જોખમી વાહન ચલાવતા હોય છે આવા લોકો માટે અમદાવાદ આરટીઓ દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. ગોવા રાજસ્થાનથી દારૂ પીને આવનાર 300 થી વધુ અમદાવાસીઓના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે 100 થી વધુ લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે.

આંતરરાજ્ય પોલીસ દ્વારા અમદાવાદ આરટીઓને આ મામલામાં રજૂઆત કરવામાં આવી હતી. તેના લીધે  અમદાવાદ આરટીઓ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. ગોવા સહિત રાજસ્થાન ફરવા જતા અમદાવાદીઓ દારૂ પીને ભાન ભૂલી જતા હોય છે. તેના લીધે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત ઓવર સ્પીડમાં વાહન ચાલવતા હોવાની અનેક ફરિયાદ સામે આવી છે. તેના લીધે રાજ્યની પોલીસ દ્વારા નિયમનો ભંગ કરનારાઓ સામે એક્શન લેવામાં આવી છે.

આ બાબતમાં અમદાવાદ આરટીઓ દ્વારા અત્યાર સુધીમાં 300 જેટલા અમદાવાદવાસીઓના લાઈસન્સ રદ  કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ભલામણ ગોવા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ રીતે ગુજરાતીઓને દારૂનો શોખ મોંઘો પડી શકે છે. આ લાઈસન્સ રદ થયા બાદ 6 મહિના સુધી નવા લાઈસન્સ માટે અરજીપાત્ર પણ તમે રહેતા નથી. તેના લીધે જો હવે બીજા રાજ્યમાં દારૂ પીને જોખમી વાહન હંકાર્યું તો તમારી સાથે આવું બની શકે છે.