રિષભ પંતના ભયાનક અકસ્માત સાથે જોડાયેલી મોટી વાતો, જુઓ ડરામણા ફોટા
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો આજે શુક્રવારે 30 ડિસેમ્બર 2022 ના રોજ સવારે દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, ઋષભ પંત તેની માતાને સરપ્રાઈઝ આપવા માટે દિલ્હીથી રૂરકી જઈ રહ્યો હતો. સવારે લગભગ 5.30-6 વાગ્યે, તેમની કાર નરસન બોર્ડર પર હમ્મદપુર તળાવ પાસે વળાંક પાસે ડિવાઈડર સાથે અથડાઈ હતી અને અકસ્માતનો ભોગ બન્યો હતો.
અકસ્માત બાદ પંતની કારમાં આગ લાગી અને તેણે કોઈક રીતે બારીના કાચ તોડીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો અને પોતાનો જીવ બચાવ્યો. સક્ષમ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ પ્રાપ્ત માહિતી અનુસાર, પંતને ડાબી આંખ પાસે ઘા છે અને તેના જમણા ઘૂંટણનું લિગામેન્ટ ફાટી ગયું છે. આ સિવાય જ્યારે તે કારમાંથી કૂદી પડ્યો ત્યારે તેના હાથ અને પીઠમાં કેટલીક ઈજાઓ થઈ હતી.
રિષભ પંત સાથેની આ ઘટનાના ઘણા વીડિયો અને CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. એક વીડિયોમાં પંત દુર્ઘટના બાદ ઉભા થઈને ત્યાં હાજર લોકો સાથે વાત કરતા જોવા મળે છે. આ અકસ્માતમાં ઋષભ પંતની કાર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી અને તેને જોઈને અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયાનક હતો.
Rishabh Pant has suffered a serious car accident early morning. Admitted in a Roorkee hospital. pic.twitter.com/QQvHuanDCF
— Vikrant Gupta (@vikrantgupta73) December 30, 2022