VadodaraGujarat

વડોદરા હરણી બોટકાંડ દુર્ઘટનાને લઈને થયો મોટો ખુલાસો, આરોપીએ લેક્ઝોનના સંચાલનનું નામ જાહેર કર્યું….

વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાં ૧૨ બાળકોઅને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા હતા. આ મામલામાં પકડાયેલા નવ આરોપીઓ હાલ રિમાન્ડ પર રહેલા છે. તેમની પોલીસ દ્વારા સખ્તાઈથી પૂછપરછ હાથ ધરવામાં આઈ છે. તેની સાથે આ દરમિયાન નવી-નવી જાણકારીઓ સામે આવી રહી છે. એવામાં આજે વધુ એક ખુલાસો થયો છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછ દરમિયાન આરોપી ગોપાલદાસ શાહ, બિનિત કોટીયા, ભીમસિંગ યાદવ, વેદપ્રકાશ યાદવ અને રશ્મિકાંત પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લેકઝોનનું સંચાલન મુખ્ય આરોપી પરેશ શાહ અને તેનો દીકરો વત્સલ શાહ કરવામાં આવે છે. આ સિવાય વર્ષ-2023માં અન્ય ભાગીદારોની જાણ બહાર સમગ્ર લેકઝોનનું સંચાલન ત્રિપક્ષીય કરીને વોન્ટેડ આરોપી નિલેષ જૈનને આપવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા બનાવવામાં આવેલ SIT દ્વારા પકડાયેલા તમામ નવ આરોપીની સઘન પૂછપરછ કરાઈ રહી છે. બોટ દુર્ઘટનાને લઇને વધુ પુરાવાઓ સામે આવી રહ્યા છે. વડોદરામાં સર્જાયેલ દુર્ઘટના મામલામાં ૧૯ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં નવ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા મુખ્ય આરોપી પરેશ શાહ સહિત ગોપાલ શાહને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમ છતાં હજુ 10 આરોપી હજી ફરાર રહેલા છે.

વડોદરામાં સર્જાયેલ હરણી દુર્ઘટનામાં પોલીસ દ્વારા પકડવામાં આરોપીઓમાં નયન ગોહિલ, ભિમસિંગ યાદવ, શાંતિલાલ સોલંકી, અંકિત વસાવા, વેદ પ્રકાશ યાદવ, રશ્મિકાંત પ્રજાપતિ, બિનિત કોટીયા, ગોપાલદાસ શાહ અને પરેશ શાહ નો સમાવેશ થાય છે. જ્યારે વત્સલ શાહ, દિપેન શાહ, ધર્મીલ શાહ, વૈશાખી શાહ, નૂતન શાહ, નેહા દોશી, જતીન દોશી, તેજલ દોશી, ઘર્મીન ભટાણી અને નિલેષ જૈન ફરાર છે.