IndiaNews

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા

કુપવાડાઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અહીં કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળોએ એક ઓપરેશનમાં 5 આતંકીઓને ઠાર કર્યા છે. આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાનના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ, ગુપ્ત માહિતીના આધારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે આજે સવારે આ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં આ તમામ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. હવે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પહેલા સુરક્ષા દળોએ બહરાબાદ હાજિનમાં લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. સુરક્ષા દળોએ તેની પાસેથી બે ચાઈનીઝ હેન્ડગ્રેનેડ પણ જપ્ત કર્યા છે. બાંદીપોરા પોલીસ, 13 RR અને CRPF 45BN બટાલિયન દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ મામલામાં આતંકવાદી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને UA (P) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભાવનગરમાં બિપોરજોય વાવાઝોડાએ પિતા પુત્રનો લીધો ભોગ, જાણો એવું તો શું થયું?

આ પણ વાંચો: હવામાન વિભાગની મોટી આગાહી, વાવાઝોડાના ટકરાયા બાદ હવે શું થશે…..

અગાઉ 1 જૂનના રોજ, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં બે લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદીઓની ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી શસ્ત્રો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ફ્રેસ્ટિહાર વારીપોરા ગામમાં આતંકવાદીઓની હિલચાલ વિશેની ચોક્કસ માહિતીને પગલે સુરક્ષા દળોએ ફ્રેસ્ટિહાર વારીપોરા ચારરસ્તા પર મોબાઈલ વ્હીકલ ચેકપોઈન્ટ (MVCP) સ્થાપિત કરી હતી. આ દરમિયાન ક્રોસિંગ તરફથી આવતા બે શકમંદોએ સુરક્ષાકર્મીઓને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પકડાઈ ગયા હતા.

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાનો કહેર હવે અહીંયા જોવા મળશે, હાઈ એલર્ટ અપાયું