BollywoodIndia

તેજસ્વી પ્રકાશ એમજ નથી બની બિગબોસ વિનર, એક્ટિંગ માટે એન્જિનિયરિંગ છોડી દીધું હતું

ટીવીના સૌથી ફેમસ રિયાલિટી શો બિગબોસની સિઝન હમેશાં લોકોને ખૂબ પસંદ આવે છે. બિગબોસ સિઝન – 15નો હમણાં રવિવારે અંત થઈ ગયો. દર્શકો જે દિવસની રાહ જોતાં હોય છે કે આખરે કોણ છે વિનર એ આ રવિવારે જાહેર થઈ ગયું. આ દિવસે વિનરનું નામ જાહેર કરવામાં આવે છે. તેજસ્વી પ્રકાશએ કરણ કુન્દ્રા અને પ્રતિક સહાજપાલને હરાવીને બિગબિસ-15 ની ટ્રોફી પોતાના નામે કરી લીધી. આ સાથે જ તેને 40 લાખ રૂપિયાની ઇનામી રકમ પણ મળે છે.

ફિનાલેમાં, ટોપ-2માં તેજસ્વી અને પ્રતિક વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. બધાને લાગ્યું કે પ્રતિક જ જીતશે. સોશિયલ મીડિયા પર પ્રતીકના નામની પણ ચર્ચા થઈ હતી. પરંતુ ટ્રોફી પર તેજસ્વીનું નામ લખવામાં આવ્યું હતું. તેણે શરૂઆતથી જ આ શોમાં એક મજબૂત સ્પર્ધક તરીકે રમત રમી હતી.
 
આવી સ્થિતિમાં, તેના ચાહકો પણ ખૂબ જ ખુશ છે કે તે વિજેતા છે. તેજસ્વીએ આ શોમાં જે રીતે તેણીની રમત રમી તેનાથી તમામના દિલ જીતી લીધા છે અને તેણી પોતાની મહેનતથી આ ટ્રોફી જીતવાની દાવેદાર પણ હતી. તેજસ્વી પ્રકાશને તે જોઈતું સ્ટારડમ મળ્યું. જોકે, આ સફળતા મેળવવા માટે તેજસ્વીએ ઘણી મહેનત કરી હતી.

કરોડો લોકોના દિલ જીતવાવાળી તેજસ્વી આખરે છે કોણ? તે ક્યાંની રહેવાસી છે આવા અનેક સવાલ લોકોના મનમાં થઈ રહ્યા છે. તો ચાલો તમને જણાવી દઈએ તેજસ્વી સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો. તેજસ્વીનો જન્મ એક મરાઠી પરિવારમાં થયો છે. તે મૂળ ભારતીય જ છે પણ તેની જન્મ ભારતમાં નથી થયો. તેનો જન્મ 11 જૂન 1993ના રોજ સાઉદી અરબમાં થયો હતો. તેજસ્વીનો જન્મ સંગીત સાથે જોડાયેલ પરિવારમાં થયો હતો.

તેજસ્વી મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કરી રહ્યો હતો પરંતુ તેને શરૂઆતથી જ એક્ટિંગનો શોખ હતો. આ કારણે તેણે એન્જિનિયરિંગ છોડી દીધું. તેણે 18 વર્ષની ઉંમરથી અભિનય ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવવાનું શરૂ કર્યું હતું. પોતાનો શોખ પૂરો કરવા માટે તેણે એન્જિનિયરિંગનો વ્યવસાય છોડીને અભિનય પસંદ કર્યો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના અભ્યાસ દરમિયાન તેજસ્વીએ ઘણી બ્યુટી કોન્ટેસ્ટમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. એન્જિનિયરિંગ દરમિયાન તેણે મુંબઈ ફ્રેશ ફેસ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. જેમાં તે વિજેતા પણ રહી હતી. ત્યારથી, અખબારો અને મીડિયામાં તે તસવીરો આવતા જ તેનું જીવન બદલાઈ ગયું.

વર્ષ 2012માં મૉડેલિંગ અને સિરિયલથી પોતાના સફરની શરૂઆત કરી હતી. એ પછી તેણે સિરિયલ ‘સંસ્કાર-ધરોહર આપનો કી’માં કામ કર્યું હતું. તેજસ્વી પ્રકાસએ કલર્સની સિરિયલ ‘સ્વરાગીની’માં લીડ રોલ નિભાવ્યો હતો. આ શોથી તેને ખૂબ ખાસ ઓળખાણ બની હતી. પછી વર્ષ 2017 માં તેનો શો ‘પહેરેદાર પિયા કી’ માં એક બાળક સાથે લગ્ન કરવાની વાતને લઈને તેમનો શો ખૂબ વિવાદમાં રહ્યો હતો. પછી તે ‘સિલસિલા બદલતે રિશ્તો કા’ માં તેજસ્વી દેખાઈ હતી.વર્ષ 2020 માં, તેજસ્વી રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી સીઝન 10 માં જોવા મળી હતી. આ શોમાં પણ તેજસ્વી વિજેતા બનતી રહી. ખતરોં કે ખિલાડી પછી, તેજસ્વી બિગ બોસની 15મી સીઝનમાં જોવા મળી હતી. અહીં તેણે બધાને પાછળ છોડીને ટ્રોફી જીતી.