);});
IndiaNews

બિહાર ટ્રેન અકસ્માત: 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 4 લોકોના મોત, 70 થી વધુ લોકો ઘાયલ

Bihar train accident

દિલ્હીથી કામાખ્યા જઈ રહેલી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના છ ડબ્બા બુધવારે રાત્રે બિહારના બક્સર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને 70થી વધુ લોકો ઘાયલ થયા છે. ઓછામાં ઓછા બે એસી થ્રી-ટાયર કોચ પલટી ગયા, જ્યારે ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.

આ અકસ્માત રાત્રે 9.53 કલાકે થયો હતો. 23 કોચવાળી 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ બુધવારે સવારે 7.40 વાગ્યે દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી નીકળી હતી અને લગભગ 33 કલાકની મુસાફરી પછી કામાખ્યા પહોંચવાની હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ રઘુનાથપુર ખાતે કામાખ્યા જતી નોર્થ-ઈસ્ટ એક્સપ્રેસના 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બાદ પુનઃસ્થાપન કાર્ય અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું, ‘આ એક ભયાનક દ્રશ્ય છે. અહીંના લોકોએ જે રીતે રાહત કાર્યમાં સહકાર આપ્યો તે પ્રશંસનીય છે. અહીંના લોકોએ અમારા પક્ષના કાર્યકરો અને જિલ્લા પ્રમુખને જાણ કરી હતી. રેલવે કર્મચારીઓ ઓપરેશનલ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં રોકાયેલા છે. તપાસ ચાલી રહી છે.