2 મહિના પહેલા માલિકનું થઈ ગયું નિધન, બિલાડી દરરોજ આવે છે કબર પર
વફાદાર બિલાડીનો આ કિસ્સો સર્બિયાથી સામે આવ્યો છે. અહિયાં માલિકનું મૃત્યુના 2 મહિના પછી પણ પાલતુ બિલાડી કબર પાસે બેઠેલી છે, આ એક અનોખા સંબંધને દર્શાવે છે. સોશિયલ મીડિયા પર કબર પાસે બેઠેલ બિલાડીનો ફોટો ખૂબ જડપી વાઇરલ થઈ રહ્યા છે, એ પછી યુઝર્સ ઘણા ઈમોશનલ થઈ રહ્યા છે. જાણકારી પ્રમાણે સર્બિયાના શેખ મૂઓમેરનું નિધન 6 નવેબર 2021 ના દિવસે થયું હતું. તેમના મૃત્યુના 3 મહિના પછી પણ બિલાડી દરરોજ તેની કબર પાસે જાય છે. કડકડતી ઠંડીમાં પણ બિલાડી પોતાના માલિકની કબરને છોડીને જવા માટે તૈયાર થતી નથી.
એક ટ્વિટર યુઝરે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર બિલાડીની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે બિલાડી ઝુકોર્લીની બરફથી ઢંકાયેલી કબરની ટોચ પર બેઠી છે. તસવીર પોસ્ટ કરતાં તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘તેની બિલાડી હજુ પણ ત્યાં છે. મૃત્યુ પછી પણ તે તેના માલિક સાથે રહેવા માંગે છે.’ આશ્ચર્યની વાત એ છે કે ઠંડીમાં પણ તે માસ્ટરની કબર પાસે બેઠેલી જોવા મળે છે.
ફોટોમાં તમે જોઈ શકો છો કે એક ભૂરી અને સફેદ બિલાડી કબર પાસે બેઠેલ દેખાય છે. તે ખૂબ ઉદાસ દેખાઈ રહી છે. લવેન્ડરે થોડા દિવસ પહેલા પણ બિલાડીનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે, ‘છેલ્લા અઠવાડિયે 6 નવેમ્બર 2021 એ શેખ મુફ્તી મૂઓમેરનું નિધન થયા પછી તેમની બિલાડી તેમના અંતિમ સંસ્કાર પછી કબર છોડતી નથી, તે હમેશાં મુફ્તીની કબર પાસે બેઠેલ દેખાય છે.’
ટ્વિટર પર આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ પોસ્ટને 63 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે જ્યારે 20 હજારથી વધુ લોકોએ તેને રીટ્વીટ કરી છે. સર્બિયાના ભૂતપૂર્વ મુફ્તી શેખ મુઆમેર ઝુકોર્લીનું ગયા વર્ષે 6 નવેમ્બરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સર્બિયાના મુસ્લિમ સમુદાયની જાણીતી વ્યક્તિ હતી. તે જ સમયે, તેણે જે બિલાડીનો ઉછેર કર્યો હતો, તે તેને એટલો પ્રેમ કરતી હતી કે તેણે દુનિયા છોડી દીધી પછી પણ તે તેની સાથે રહેવા માંગતી હતી.