Corona VirusIndiaInternational

બિલ ગેટ્સે PM મોદીને લખ્યો પત્ર: કોરોના સામેની લડાઈ મામલે કર્યા ભરપૂર વખાણ

તમામ દેશોમાં કોરોનાને લગતી જુદી જુદી વ્યૂહરચનાઓ છે અને તેઓ રોગચાળાને પોતાની રીતે અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતે આ રોગચાળો દેશમાં ફેલાતો અટકાવવા માટે પણ વ્યૂહરચના ઘડી છે, જેમાં 24 એપ્રિલે લોકડાઉન ની ઘોષણા કરવામાં આવી હતી.હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કોરોના સામેની લડાઈના પ્રયત્નોની પ્રશંસા થઈ રહી છે. વિશ્વની દિગ્ગ્જ કામોની માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે પીએમ મોદીને પત્ર લખીને કોરોના રોગચાળા સામે તેમની તૈયારીની પ્રશંસા કરી હતી.

પત્રમાં તેમણે પીએમ મોદીના નેતૃત્વ હેઠળ કોરોના રોગચાળા અંગે સરકારે લીધેલા પગલાંને ન્યાયી ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે ‘હું કોરોના રોગચાળાના ચેપને રોકવા માટે તમારા નેતૃત્વની તેમજ તમારા અને તમારી સરકારના સક્રિય પગલાઓની પ્રશંસા કરું છું’.

બિલ ગેટ્સે પત્રમાં લખ્યું છે કે ભારતમાં હોટસ્પોટને માર્ક કરવા અને લોકોને આઇસોલેશનમાં રાખવા માટે જે પદ્ધતિઓ અપનાવવામાં આવી છે તે પ્રશંસાને પાત્ર છે. આ ઉપરાંત આ રોગચાળા સામે લડવા માટે જરૂરી આરોગ્ય માળખા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે પ્રશંસનીય છે.તેમણે લખ્યું છે કે ભારત સરકાર સંશોધન અને વિકાસ તેમજ આ રોગચાળાને લગતી ડિજિટલ નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ખાસ કરીને બિલ ગેટ્સે આરોગ્ય સેતુ એપ્લિકેશનની પ્રશંસા કરી છે.

બિલ ગેટ્સે પત્રમાં આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મને ખુશી છે કે તમારી સરકાર કોરોના રોગચાળા સામે લડવામાં તેની ડિજિટલ ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ કરી રહી છે. વધુ સારું વિચાર એ છે કે આરોગ્ય સેતુ એપ્લિકેશન બનાવવી, કે જે કોરોના વાયરસ ટ્રેકિંગ, સંપર્ક તપાસ તેમજ લોકોને આરોગ્ય સેવાઓ સાથે જોડવા સાથે કામ કરે છે.