Ajab GajabInternational

અનોખુ પેટ જોઈને લોકોને લાગ્યું કે મહિલાને કોઈ બીમારી છે પણ હકીકત આવી સામે

ગર્ભવતી થવું એ લગભગ દરેક મહિલાનું સપનું હોય છે. જ્યારે બાળક 9 મહિના માતાના પેટમાં રહે ત્યારે માતા તેની ખૂબ કેર કરે છે. આ 9 મહિના દરમિયાન માતાનું પેટ ખૂબ મોટું થઈ જતું હોય છે. પણ આજે અમે તમને એક એવી મહિલા વિષે જણાવશું કે જે ગર્ભવતી થયા પછી તેનું પેટ એ સામાન્ય મહિલા કરતાં અનેકગણું વધી ગયું હતું.આ મહિલાનું નામ માઇકેલા મેયર-મોર્સી છે. તે ડેનમાર્કમાં રહે છે. જ્યારે મિશેલા પ્રેગ્નન્ટ હતી ત્યારે તેના બેબી બમ્પને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે મહિલાનું બેબી બમ્પ આવો પણ હોઈ શકે છે.

સામાન્ય રીતે સ્ત્રીનો બેબી બમ્પ કાં તો ઉપર અથવા નીચે વધે છે, પરંતુ માઇકલાના કિસ્સામાં તે સીધો જ વધી રહ્યો હતો. તેનું કદ પણ ઘણું મોટું હતું. વાસ્તવમાં તેનું કારણ એ હતું કે માઇકલાના પેટમાં એક-બે નહીં પરંતુ ત્રણ બાળકો વધી રહ્યા હતા. તેણે સિઝેરિયન ડિલિવરી દ્વારા 3 બાળકોને જન્મ આપ્યો હતો.

મિશેલા 35 અઠવાડિયાથી ગર્ભવતી હતી પછી યોગ્ય સમય આવ્યા પછી એક પછી એક તેણે 3 બાળકોને જન્મ આપ્યો. હવે તેમનો પરિવાર 7 લોકોનો છે. વાત એમ છે કે તે પહેલાથી જ 2 બાળકોની માતા હતી. તેણે ડિલિવરી પહેલા પોતાનો એક ટિકટોક વિડીયો બનાવ્યું છે. આ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેનું પેટ એટલે કે બેબી બંપ જોઈને લોકો દંગ રહી ગયા હતા.

માઈકલાના બેબી બમ્પને જોઈને લોકોના રિએક્શન પણ શાનદાર હતા. એક વ્યક્તિએ ઉઠાવ્યું “મારી પાસે તમારા પેટનું કદ જોવા માટે કોઈ શબ્દો નથી.” જ્યારે બીજાએ કહ્યું, “માફ કરશો, પરંતુ પહેલા તમારા પેટનું કદ જોઈને મને લાગ્યું કે તમે કોઈ ગંભીર બીમારીથી પીડિત છો.”

તે જ સમયે, એક મહિલા યુઝરે કહ્યું, “તમે સુપરહીરો જેવા છો. 9 મહિના સુધી 3 બાળકોને ગર્ભમાં ઉછેરવા સરળ નથી. તમે આ ખૂબ સારી રીતે કર્યું છે.” આ ક્ષણે, માઇકેલા મેયર-મોર્સીને લોકોના વિચિત્ર પ્રશ્નો ઉકેલવામાં ખાસ રસ નથી. તે ખૂબ જ ખુશ છે કે તેણે 3 સુંદર અને સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો છે.