IndiaRajasthan

બિપોરજોય વાવાઝોડાનો કહેર હવે અહીંયા જોવા મળશે, હાઈ એલર્ટ અપાયું

બિપોરજોય વાવાઝોડાને લઈને મોટી જાણકારી સામે આવી છે. બિપોરજોય વાવાઝોડું ગઈ કાલ રાત્રીના 10.30 વાગ્યાની આજુબાજુ ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ત્રાટક્યું હતું. દરિયાકાંઠે ટકરાયા બાદ વાવાઝોડાની ગતિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જખૌ અને માંડવી સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે તે દરમિયાન પવનની ઝડપ 75 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની રહેલી છે.

હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, વાવાઝોડાને લીધે આજે અને આવતીકાલના ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ વરસશે. આગામી ચાર દિવસ સુધી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરે છે. હવામાન વિભાગ દ્વારા કચ્છમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવારના એટલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસ્તો રહેશે. ભારે તોફાનના લીધે દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, વાવાઝોડાના લીધે કચ્છ જિલ્લાના જખૌ અને માંડવ પાસે કેટલાય વૃક્ષો અને વીજ થાભલા ધરાશાયી થઈ ગયા હતા. દ્વારકામાં ઝાડ પડવાથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ નેશનલ ડિઝાસ્ટર ફોર્સ અને આર્મીની ટીમો દ્વારા દ્વારકાના વિવિધ વિસ્તારોમાં ઉખડી ગયેલા વૃક્ષો અને ઈલેક્ટ્રીક થાંભલાઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.