Ajab GajabInternational

પોતાના જમવામાંથી 4 પક્ષીઓને પ્રેમથી ભોજન કરાવી રહ્યો છે આ બાળક, વિડિઓ જોઈને તમે પણ થઇ જશો ભાવુક

કહેવાય છે કે બાળકો ભગવાનનું રૂપ હોય છે. તે જે પણ કરે છે એ સાચા મનથી કરે છે. બાળપણમાં બાળકોની અંદર કોઈપણ જાતનું છળ હોતું નથી અને તે કોઈને ઈમ્પ્રેસ કરવા માટે સારું કામ નથી કરતા. તેઓ તો બસ તેમને જે સારું લાગે એ જ કરતા હોય છે.આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક નાના બાળકે એવું કામ કર્યું છે કે જોનારા તેના પર મોહી ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનું બાળક તેની બાજુમાં બેઠેલા 4 પક્ષીઓને ખવડાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો કોમેન્ટ કરીને બાળકના વખાણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનું બાળક ભોજન લઈને બાઉલમાં બેઠું છે. તેની સાથે 4 પક્ષીઓ પણ બેઠા છે. બાળક તેના વાટકામાંથી ચારે પક્ષીઓને વારાફરતી ખવડાવી રહ્યું છે, જ્યારે પક્ષીઓ પણ ખૂબ જ પ્રેમથી ખોરાક લેતા જોવા મળે છે. હ્રદય સ્પર્શી આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને દરેકને પસંદ આવી રહ્યો છે.
 
વિડિઓ જોઈને તમારું મન પણ ભાવુક થઇ ગયું હશે કે કેવીરીતે એક નાનકડો બાળક પણ જાણી શકે છે કે પક્ષીઓ પણ ભૂખ્યા હોય છે અને પક્ષીઓને ખવડાવવું એ પણ સારી વાત છે. તમે વિડિઓમાં જોઈ શકો છો કે બાળક કેવો માસુમિયતથી પક્ષીઓને ખવડાવી રહ્યો છે. તે પક્ષીઓને પ્રેમથી ખવડાવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ નાના બાળકનો વીડિયો buitengebieden_ નામના પેજ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને ઘણા લોકોએ કોમેન્ટ કરીને આ બાળકની પ્રશંસા કરી છે. તે જ સમયે, વીડિયો શેર કરનાર વ્યક્તિએ કેપ્શનમાં લખ્યું, “એવી દુનિયામાં જ્યાં તમે જે પણ હોવ, દયાળુ બનો..”

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ ટીપ્પણીઓનો વરસાદ થઈ રહ્યો છે. બાળકના વખાણ કરતી વખતે કોઈએ લખ્યું કે, ‘એક હૃદયસ્પર્શી વીડિયો’ તો કોઈએ લખ્યું કે ‘ખૂબ જ રસપ્રદ’. તો ત્યાં એક વ્યક્તિએ લખ્યું કે, ‘બાળકો પણ જાણે છે કે પ્રાણીઓ પણ ભૂખ્યા હોય છે’. તો સાથે જ એક યુઝરે લખ્યું કે, ‘બાળકો ભગવાનનું સ્વરૂપ છે.’ આ સિવાય ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.