BjpCongressIndiaPolitics

મહારાષ્ટ્રમાં વ્યસ્ત રાખીને ભાજપ મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો ખેલ પાડી દેવાના મૂડમાં છે?

અત્યારે મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ છે અને દરેક લોકોનું તેમજ રાજકીય પક્ષોનું ધ્યાન મહારાષ્ટ્ર પર છે.કોંગ્રેસ પણ પોતાના મહારાષ્ટ્રના ધારાસભ્યોનું ધ્યાન રાખી રહી છે ત્યારે હવે એક નવી જ વાત સામે આવી છે.ટ્વીટર પર જ્યોતિરાદિત્ય સિંધિયાને લિનને એક મોટો સવાલ ઉભો થયો છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા સિંધિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર બાયોમાં થોડો ફેરફાર કર્યો હતો. તેમણે બાયોમાંથી કોંગ્રેસ દૂર કરી પોતાને ફક્ત જનતાના સેવક અને ક્રિકેટપ્રેમી તરીકે ઓળખાવ્યા છે. સોશિયલ મીડિયા પર હવે લોકો અટકળો લગાવી રહ્યા છે કે ક્યાંક સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો તો નથી ફાડી દીધો ને.

અટકળો વચ્ચે સિંધિયાએ કહ્યું કે મે મારા બાયોમાં આજે નહીં કેટલાય સમય પહેલા બદલાવ કર્યો છે.અત્યારે જે અફવા ફેલાવવામાં આવી રહી છે તે તદ્દન પાયાવિહોણી છે. જો કે સિંધિયા થોડા મહીં અગાઉ નારાજ હોવાનું સામે આવ્યું ત્યારે તેમના સમર્થકોએ કોંગ્રેસમાંથી રાજુનામુ આપવાની ધમકી પણ આપી હતી.ત્યારે સીએમ કમલનાથ પણ દોડતા થઇ ગયા હતા.