ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક બાબતમાં સુરત શહેરથી સામે આવી છે. સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી નિધન નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સુરત પાલિકાના ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈને હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજ્યું છે. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા તેમનો જીવ ચાલ્યો ગયો હતો.
તમને જણાવી દઈએ કે, ગેમર દેસાઈ વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર રહેલા હતા. ગેમર દેસાઈ પોતાના ઘરે રહેલા હતા. તે સમયે તેમને છાતીમાં દુખાવો થતા પરિવારજનો દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ તબીબો દ્વારા તેમને બચાવામાં નિષ્ફળ રહ્યા હતા. એવામાં સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ગેમર દેસાઈના મોતના સમાચાર સામે આવતા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
તેની સાથે તમને જણાવી દઈએ કે, જો કોઈને હાર્ટ એટેક આવે તો તે દર્દીને તાત્કાલિક CPR આપવું જોઈએ. આ ટ્રીકનો ઉપયોગ કરીને દર્દીની જિંદગી ઘણી હદ સુધી બચાવી શકાય છે. CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન. આ પણ એક પ્રકારની પ્રાથમિક સારવાર એટલે કે પ્રાથમિક સારવાર છે. જ્યારે પીડિતને શ્વાસ લેવાનું બંધ થઈ ગયું હોય અથવા હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે આ ટેકનિકનો ઉપયોગ કરીને તેનો જીવ બચાવી શકાય છે.તેના દ્વારા દર્દીમાં લોહી અને ઓક્સિજનનો પુરવઠો ફરી શરૂ થાય છે.
ડોકટરોના જણાવ્યા મુજબ, જ્યારે પણ કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે, ત્યારે તેને જમીન પર સીધો સુવડાવો અને પછી ઘૂંટણ પર તેની પાસે બેસો. આ પછી બંને હાથની હથેળીઓને એકસાથે જોડો અને પીડિતની છાતીને જોરથી દબાવવાનું શરૂ કરો. લગભગ 100-120/મિનિટના દરે છાતીને દબાવીને રક્ત અને ઓક્સિજનનો પુરવઠો ફરી શરૂ થવાની સંભાવના છે.
CPR આપવાથી દર્દીનું જીવન બચે છે પરંતુ જોખમ રહે છે. તેથી, સીપીઆર પછી તરત જ, દર્દીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરો. જેથી એન્જીયોગ્રાફી કરી વધુ સારવાર શરૂ કરી શકાય. ઘણી વખત દર્દીની નસો બ્લોક થઈ જાય છે, તેવા કિસ્સામાં તાત્કાલિક સર્જરીની જરૂર પડે છે.