×
Advertisement
VadodaraGujarat

ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર મામલો….

લોકસભાની ચુંટણીને જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કેમ કે દરેક પાર્ટીમાં કોઈના કોઈ દ્વારા રાજીનામાં આપવાની સાથે પક્ષપલટો કરવામાં આવી રહ્યો છે. તેની સાથે પાર્ટીઓ દ્વારા પક્ષમાંથી કોઈકને દૂર પણ કરી દેવામાં આવે છે. એવામાં આજે એવામાં સમાચાર ભાજપથી સામે આવ્યા છે. ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

જાણકારી મુજબ, વડોદરાના ડો. જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ડો. જ્યોતિબેન પંડ્યા ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ રહેલા હતા. તેમને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની સૂચનાથી પક્ષના તમામ હોદ્દાથી દૂર કરી દેવામાં આવ્યા છે.

તેની સાથે વડોદરામાં રંજનબેનની ત્રીજીવાર ભાજપ ટિકિટ આપતા વિવાદ ઉભો થયો છે. તમને જણાવી દઈએ કે, ડૉ. જ્યોતિબેન પંડ્યા દ્વારા લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. એવામાં રંજનબેનને ટિકિટ આપવામાં આવતા ડૉ. જ્યોતિબેન પંડ્યા દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.  ડૉ. જ્યોતિબેન પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેર જેને પસંદ કરતું નથી તેને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. વારાણસીની જેમ વડોદરાનો ક્યારે વિકાસ થશે? તેને લઈને તેમને જણાવ્યું હતું કે,  રંજનબેનને ત્રીજી વખત ટિકિટ કેમ આપવામાં આવી છે.? લોકસભા ઉમેદવાર માટે હું લાયક રહેલ છું. મે સવારે પાર્ટી છોડવા મુદ્દે હાઈકમાન્ડને આ બાબતમાં જાણ કરી છે. હું છેલ્લા 30 વર્ષથી સક્રિય કાર્યકર હોવા છતાં પાર્ટી દ્વારા મને ટિકિટ આપવામાં આવી નથી. તેની સાથે મીડિયાથી વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, પરિવારને મૂકીને મે છેલ્લા 28 વર્ષથી ભાજપ માટે કામ કરેલ છે. ભાજપના કાર્યકર્તાઓ દરમાં કામ કરી કરી રહ્યા છે.