Ajab GajabIndiaStory

‘બોર્ડર’ ફિલ્મમાં શહિદ બતાવેલ જવાન ભૈરોંસિંહ આજે પણ જીવિત છે, સુવિધાના અભાવમાં જીવી રહ્યા છે આવી જિંદગી…

ફિલ્મ ‘બોર્ડર’ જે 1997 માં આવી હતી.આ ફિલ્મ 1971 માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધ પર આધારિત હતી.આ ફિલ્મમાં સુનીલ શેટ્ટીએ ભૈરોંસિંહ રાઠોડનો રોલ કર્યો હતો.ફિલ્મમાં ભૈરોંસિંહની શહાદતનું દ્રશ્ય જોઈને દર્શકો રોમાંચિત થઈ ગયા હતા.તમને જાણીને નવાઈ લાગશે કે બોર્ડર ફિલ્મના આ રિયલ હીરો ભૈરોંસિંહ હજુ પણ જીવિત છે અને વિસ્મૃતિનું જીવન જીવે છે.

ભૈરોંસિંહ રાઠોડનો જન્મ શેરગઢના સોલંકીયાતલા ગામમાં થયો હતો.તેઓ 1971 માં જેસલમેરમાં લોંગેવાલા પોસ્ટ ખાતે BSF ની 14 મી બટાલિયનમાં તૈનાત હતા.અહીં તેમણે પોતાના શૌર્ય અને પરાક્રમથી પાકિસ્તાની સૈનિકોને હરાવ્યા હતા.તે ભારત-પાક સરહદ પર લોંગેવાલા ચોકી પર મેજર કુલદીપસિંહની 120 સૈનિકોની ટુકડી સાથે હતા.

બધાએ મળીને પાકિસ્તાનની ટેન્કો તોડી પાડી અને દુશ્મન સૈનિકોના છક્કા છોડાવી દીધા હતા.શેરગઢના સૂરમા તરીકે ઓળખાતા ભૈરોંસિંહે એકલા હાથે લગભગ 30 પાકિસ્તાની દુશ્મનોને તેના MFG થી માર્યા હતા.તેમની બહાદુરીથી પ્રેરાઈને તેમનું પાત્ર 1997 માં આવેલી ફિલ્મ બોર્ડરમાં રાખવામાં આવ્યું હતું,જે સુનીલ શેટ્ટીએ ભજવ્યું હતું.

ફિલ્મમાં ભૈરોંસિંહને શહીદ બતાવવામાં આવ્યા હતા પરંતુ વાસ્તવિક જીવનમાં તે જીવંત અને સંપૂર્ણ સ્વસ્થ છે.ભૈરોંસિંહ 1963 માં BSF માં જોડાયા હતા અને 1987 માં નિવૃત્ત થયા હતા.જો કે,75 વર્ષની ઉંમરે પણ તેમનું વ્યક્તિત્વ અને દિનચર્યા એક યુવક જેવી જ છે.

ભૈરોંસિંહ કહે છે કે લોંગેવાલાનું યુદ્ધ જીત્યાને 48 વર્ષ થઈ ગયા છે,પરંતુ આજની યુવા પેઢીને ખબર નથી કે લોંગેવાલા ક્યાં છે ? હું ઈચ્છું છું કે જેમ ગુલામ ભારતના વીરોની કહાની બાળકોની જીભ પર છે,તેવી જ રીતે દરેક વ્યક્તિ સ્વતંત્ર ભારતના સૈનિકોની કહાની જાણવી જોઈએ.