Bollywood

ફોટોમાં જે ક્યૂટ બાળકી દેખાઈ રહી છે તે આજે છે બૉલીવુડની ખૂબ જ ફેમસ અભિનેત્રી

બધા લોકોને પોતાની બાળપણની યાદો ખૂબ પસંદ હોય છે. જો ક્યારેય પણ બાળપણનો કોઈ ફોટો આંખો સામે આવી જાય છે તો ઘણીબધી જૂની યાદો તાજી થઈ જતી હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીએ પોતાની બાળપણની એક તસ્વીર શેર કરી છે જે આજકાલ ખૂબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર હમણાં એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ સારા અલી ખાન છે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. અભિનેત્રી સારા અલી ખાન ફિલ્મ જગતની તે અભિનેત્રીઓમાંની એક છે, જેણે બહુ ઓછા સમયમાં એક અલગ અને મોટું સ્થાન હાંસલ કર્યું છે. સારા અલી ખાન મોટાભાગે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો અપલોડ કરતી રહે છે. થોડા દિવસો પહેલા સારાએ તેના બાળપણની એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં સારા કેમેરાની પાસે ઉભી છે અને તેણે પિંક કલરનું ફ્રોક પહેર્યું છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ આ ફોટોમાં સારા અલી ખાન ખૂબ ક્યૂટ દેખાઈ રહી છે. સારાએ આ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘Loved the sun, for many suns’ એવું પહેલીવાર નથી થયું કે જ્યારે સારાએ પોતાના બાળપણના ફોટો શેર કર્યા હોય, આની પહેલા પણ તેણે પોતાના બાળપણના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર શેર કરેલ હતા. સારા અલી ખાન પોતાની ફિલ્મોની સાથે સાથે બીજા ઘણા કારણે હમેશાં ચર્ચામાં રહેતી હોય છે.

આજકાલ ફરી એકવાર સારા અલી ખાન ચર્ચામાં છે, જેના કારણે તે મંદિરની મુલાકાત લે છે. થોડા દિવસો પહેલા સારા તેની માતા અમૃતા સિંહ સાથે શનિદેવના મંદિરે પણ ગઈ હતી. મંદિરમાં સારા સફેદ સૂટમાં જોવા મળી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ સારા અલી ખાનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

સારા અલી ખાનના બધા ચાહકોને તેમની સાદગી ખૂબ પસંદ આવે છે. સિલ્વર સ્ક્રીન સાથે સાથે તે પોતાના પર્સનલ લાઈફમાં આપતા સ્ટેટમેન્ટને લીધે તેના ચાહકો તેને ખૂબ પસંદ કરતાં હોય છે. સારા અલી ખાનએ બૉલીવુડમાં ભલે બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું હોય પણ તેની ફેન ફોલોઇન્ગ ખૂબ વધારે છે. થોડા દિવસ પહેલા સારા ખૂબ ચર્ચામાં આવી હતી જ્યારે તે ભાઈ અને માતા સાથે વેકેશન કરવા માટે ગઈ હતી. ત્યાંનાં તેને બિકિની ફોટો જોઈને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા હતા.

જો સારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં સારા અલી ખાન પણ કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘લવ આજ કલ 2’માં જોવા મળશે. આ સિવાય સારા ફિલ્મ ‘કુલી નંબર 1’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન લીડ રોલમાં જોવા મળશે. ગોવિંદા અને કરિશ્મા કપૂર ફિલ્મ ‘કુલી નંબર 1’ના પહેલા ભાગમાં હતા.