દર્દીની વધુ બગડતી હાલત જોઈને ડોકટરે PPE કીટ કાઢી નાખી, પોતાનો જીવ જોખમમાં મૂકી દર્દીને બચાવ્યો,જાણો દિલધડક ઘટના..
પ્રથમ હરોળમાં ઉભા રહીને, દેશભરના ડોકટરો કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે. આવા કટોકટીના સમયમાં દર્દીઓના જીવ બચાવવા માટે તે પોતાનો જીવ જોખમમાં મૂકતા પણ અચકાતા નથી. આવું જ કંઈક એઈમ્સના કોરોના વોર્ડમાં બન્યું હતું.
શુક્રવારે રાત્રે એક દર્દીને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો.વોર્ડમાં શિફ્ટ કર્યો એ દરમિયાન, તેના વેન્ટિલેટરની ટ્યુબ નીકળી ગઈ હતી હતી, જેના કારણે દર્દીની હાલત કથળી થઇ ગઈ હતી. આ જ સમય દરમિયાન, ફરજ પર હાજર ડૉ.જાહિદ, કે જેણે તેમના જીવનની કોઈ પરવા કર્યા વિના, તાત્કાલિક તેની પી.પી.ઇ કીટ કાઢી નાખી અને આ દર્દીની વેન્ટીલેટરની નળી ચડાવી હતી.
ડો.જહિદ કહે છે કે ચહેરાની શિલ્ડ અને પી.પી.ઇ કીટના ચશ્માની અંદર વધારે ફોગિંગ થવાને કારણે કંઇ યોગ્ય રીતે દેખાતું નહોતું. દર્દી પાસે વધારે સમય પણ નહોતો. એટલે આવી સ્થિતિમાં, તાત્કાલિક નિર્ણય લઈ ચહેરાનો શિલ્ડ અને ચશ્મા કાઢીને દર્દીના વેન્ટિલેટરની નળી ચઢાવી હતી.
એઈમ્સના ડૉક્ટર શ્રીનિવાસે જણાવ્યું હતું કે જો ટ્યૂબ સમયસર ન ગોઠવાઈ તો દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હોત. આ ઘટના બાદ ડો.જહિદને સાવચેતી રૂપે સંસર્ગમાં રાખવામાં આવ્યા છે. એમ્સના ફેકલ્ટી અને સાથી ડોકટરો તેમના આ સાહસિક પગલાની પ્રશંસા કરી છે,આ ઘટના વિષે જાણનાર લોકો પણ પ્રશંસા કરી રહ્યા છે.