બ્રિટન પર રાજ કરશે હિન્દુસ્તાની ! બોરિસ જોનસનના સ્થાને આ વ્યક્તિ દેશની કમાન સંભાળી શકે છે,
લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટમાં પાર્ટી કરવાને કારણે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની મુશ્કેલીઓ વધી રહી છે.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પરેશાન બોરિસ જોનસન ટૂંક સમયમાં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેશે અને ભારતીય મૂળના નાણામંત્રી ઋષિ સુનક તેમનું સ્થાન લઈ શકે છે.
મે 2020 માં કોવિડ-19 લોકડાઉન દરમિયાન વડાપ્રધાનની ઑફિસ ડાઉનિંગ સ્ટ્રીટમાં ડ્રિંક પાર્ટી વિશેના ઘટસ્ફોટના પગલે,57 વર્ષીય જોનસન પર માત્ર વિરોધ પક્ષોમાંથી જ નહીં,પરંતુ તેમની પોતાની પાર્ટીમાંથી પણ રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે.બ્રિટનમાં જન્મેલા સુનકની માતા ફાર્માસિસ્ટ છે અને નેશનલ હેલ્થ સર્વિસમાં કામ કરે છે.
તેમના પિતા ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્નાતક છે.સુનકે ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા અને આ દંપતીને કૃષ્ણા અને અનુષ્કા નામની બે પુત્રીઓ છે.તેમણે એક અબજ પાઉન્ડની વૈશ્વિક રોકાણ ફર્મની સહ-સ્થાપના કરી અને રાજકારણમાં પ્રવેશતા પહેલા નાના બ્રિટિશ વ્યવસાયોમાં રોકાણ કરવામાં વિશેષતા ધરાવતા હતા.
સુનકે ફેબ્રુઆરી 2020 માં ઈતિહાસ રચ્યો હતો જ્યારે તેમને બ્રિટિશ કેબિનેટમાં સૌથી મહત્વપૂર્ણ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.જો ટોરી પાર્ટીમાં ચાલી રહેલી ચર્ચા અને બુકીઓના દાવા સાચા સાબિત થશે તો 41 વર્ષીય સુનાક બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન બનીને વધુ એક ઈતિહાસ રચશે.
નોંધનીય છે કે ઓક્ટોબર 2020 માં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ વડાપ્રધાન પદની મહત્વાકાંક્ષા ધરાવે છે,તો સુનકે કહ્યું હતું કે ના,બિલકુલ નહીં.વડાપ્રધાનના પગલાને જોઈને લાગે છે કે મારા માટે આ બહુ મુશ્કેલ જવાબદારી હશે.