સુરતમાં પોલીસની દાદાગીરી, વિડીયો આગની જેમ સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

સુરત શહેરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં પોલીસ નામની પ્લેટ લગાવી એક ઇસમ દ્વારા પેટ્રોલપંપના કર્મચારી સાથે દાદાગીરી કરી હોવાની જાણકારી સામે આવી છે. સુરતના પુણા સીમાડા કેનાલ રોડ પર આવેલ એક પેટ્રોલપંપ પર પોલીસ નામની લખેલી પ્લેટ લગાવી આવેલા વ્યક્તિઓને પેટ્રોલપંપ કર્મચારી દ્વારા ગાડી પાછળ લેવાનું કહેવામાં આવતા મામલો બગડ્યો હતો. ત્યાર બાદ કારમાં બેઠેલા લોકો બહાર આવી પેટ્રોલપંપના કર્મચારીઓ સાથે દાદાગીરી કરીને અપશબ્દો બોલવા લાગ્યા હતા.
જ્યારે આ મામલાનો વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોની વાત કરીએ તો આ વિડીયો જાણીતા એડવોકેટ મેહુલ બોઘરાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમને આ વિડીયોને શેર કરતા કેપ્શનમાં જણાવ્યું છે કે, પોલીસ કર્મચારીઓ દારૂ પીને આવ્યા અને આઠ તારીખની રાત્રીના પુણા સીમાડા બીઆરટીએસ કેનાલરોડ પાસે આવેલ કૃષ્ણ પેટ્રોલ પંપના કર્મચારી સાથે દાદાગીરી કરી હતી. પોલીસ કર્મચારીઓએ પેટ્રોલપંપનો કર્મચારી સુતો હતો તે સમયે તેના પાછળના ભાગમાં લાત મારી ઉઠાવી ગાળો બોલી હતી અને યુવકે તેનો વિરોધ કર્યો તો તેને માર મારવા લાગ્યા હતા.
આ સિવાય વધુમાં મેહુલ બોઘરાએ જણાવ્યું છે કે, પોલીસ કર્મચારીઓ દારૂ પીધેલી હાલતમાં હોય, આગળની નંબર પ્લેટ ના હોય અને ગાડી પર પોલીસની પ્લેટ લગાડી અને પોતાને જ સર્વોપરી માની લેતા પોલીસ કર્મચારીઓને ધ્યાન રાખવું જોઈએ. પોલીસની વર્દી લોકોની સુરક્ષા માટે પ્રાપ્ત થાય છે જો સુરક્ષા સેવા શાંતિ ના કરી શકો તો કંઈ પરંતુ જાહેર જનતા હેરાન ના કરશો.
- પ્રેમમાં પાગલ રાજકોટના યુવકે અમદાવાદની 19 વર્ષીય વિદ્યાર્થિનીના અંગત ફોટો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યા, છોકરીએ નોંધાવી પોલીસ ફરિયાદ
- Budget 2025: હવે 12 લાખ સુધીની આવક કરમુક્ત, બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત
- Mahakumbh માં ભાગદોડમાં 17 થી વધુ લોકોના મોત, એમ્બ્યુલન્સ દ્વારા સતત મૃતદેહોને લઈ જવામાં આવી રહ્યા છે
- મૌની અમાવસ્યાના દિવસે કયા સમયે મહાકુંભ સ્નાન કરવું જોઈએ અને દાન કરવું જોઈએ? શુભ મુહૂર્ત જાણો
તેની સાથે સુરત પોલીસને હું વિનંતી કરું છુ કે, સેવાના આડમાં આવી રીતે જો જોહુકમી ચલાવતા બેફામ પોલીસ કર્મચારીઓ પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે છે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, પોલીસ જવાન પેટ્રોલપંપના કર્મચારીઓને ગંદી-ગંદી ગાળો આપી રહ્યો છે.